Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

હળવદમાં ત્રણ દિવસથી ધરણા પર બેઠેલા ખેડૂતો આવેદનપત્ર પાઠવી ધરણા સમેટ્યા

હળવદ,તા.૬: તાલુકાના માનગઢ ગામે કથીત જમીન વિવાદ મામલે છેલ્લા ત્રણ દિવસથી ગામના ખેડૂતો હળવદ મામલતદાર કચેરી ખાતે ધરણાં પર ઉતર્યા હતા પરંતુ ખેડૂતોની રજૂઆત તંત્ર એ ન સાંભળતા આખરે ખેડૂત દ્વારા નાયબ મામલતદારને લેખિતમાં આવેદનપત્ર પાઠવી ધરણા સમેટ્યા હતા વાતચીતમાં જણાવ્યું હતું કે હવે ન્યાય મેળવવા ગાંધીનગર કુચ કરીશું.

તાલુકાના ગઢ ગામે રાજયના પૂર્વ મંત્રી, જિલ્લા ભાજપ મહામંત્રી તેમજ તાલુકા ભાજપ પ્રમુખ સહિતનાઓ પર ખોટી રીતે જમીનના દસ્તાવેજ કરી લીધાના આક્ષેપ સાથે ન્યાય મેળવવા ખેડૂતો મામલતદાર કચેરી ખાતે છેલ્લા ત્રણ દિવસથી ધરણા પર ઉતર્યા હતા પરંતુ આ ખેતીપ્રધાન દેશમાં ખેડૂતોનું સાંભળવાઙ્ગ તંત્રને ટાઈમ જ ન મળી હોય તેમ ત્રણ દિવસમાં એક પણ વાર તંત્ર દ્વારા ખેડૂતોને સમજાવા કેઙ્ગ માંગ સંતોષવાઙ્ગ આવ્યા ન હોવાનુ ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે

ત્રણ દિવસથી મામલતદાર કચેરી ખાતે ધરણા પર બેઠા છીએ કોઈ અધિકારી કે કોઈ નેતાઓ અમારી પાસે આવ્યું નથી જેથી હવે અમે ન્યાય મેળવવા ગાંધીનગર જવાના છીએ. ચોમાસુ પાક નિષ્ફળ ગયો અને હવે રવિ પાકઙ્ગ પણ ભલે નિષ્ફળ જાય અમે અમારો હક મેળવીને જંપીશું એમ સંતોષભાઈ પટેલે જણાવ્યું હતું.

(11:33 am IST)