Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

ભાવનગરમાં અઢી લાખનો દારૂ પકડાયો

રીક્ષામાં હેરાફેરી કરી મકાનમાં ઉતારેલઃ પોલીસનો સફળ દરોડો : માતા-પુત્ર સામે ગુન્હો દાખલ

ભાવનગર, તા. ૬ : ભાવનગર વિભાગના રેન્જ આઇ.જી.પી. અશોકકુમાર યાદવના હુકમ તથા ભાવનગર જિલ્લાના અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, સીટી ડીવાયએસપી એચ.એમ. ઠાકરના માર્ગદર્શન મુજબ તે દરમ્યાન પોલીસ કોન્સ. ફારૂકભાઇ મહીડાને હકીકત મળેલ કે ઘોઘા રોડ ૧૪ નાળા મફતનગર ખાતે રહેતા મુકેશભાઇ રવજીભાઇ રાઠોડેએ પોતાના મકાને ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો પોતાની રીક્ષામાં હેરાફેરી કરી તેમાં ઉતારેલ છે.

જેથી તેના ઘેર રેડ કરતા ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતા હાજર મળી આવેલ નહીં અને ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતા (૧) રાહુલ મુકેશભાઇ રવજીભાઇ રાઠોડ ઉ.વ.૧૯ (ર) જાગૃતિબેન મુકેશભાઇ રવજીભાઇ રાઠોડ ઉ.વ.૩૪ રહે. ઘોઘા રોડ, ૧૪ નાળા મફતનગર મળી આવેલ અને તેમના રહેણાંક મકાન તથા બજાજ થ્રી વીલર રીક્ષા રજીસ્ટર નંબર જીજે-૦૭-વીવી-૪૩૪પ માં સંતાડેલ ભારતીય બનાવટનો દારૂ પાર્ટી સ્પેશિયલની પેટી નંગ ૬૦ બોટલ, નંગ-૭ર૦, કિ.રૂ. ર,પર,૦૦૦/- નો મળી આવતા તે ઇંગ્લીશ દારૂ રીક્ષા તથા એક મોબાઇલ મળી કુલ રૂપિયા ૩,૩ર,૦૦૦/-નો મુદામાલ કબજે કરી આરોપી રાહુલને ધોરણસર અટક કરી તેની માતાને હાજર થવા સમન્સ કરેલ છે. આગળની કાર્યવાહી પોલીસ ઇન્સ્પેકટર આર.આઇ. સોલંકીએ હાથ ધરેલ છે.

આ કામગીરીમાં ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.આઇ. સોલંકી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ જે.વી. ચુડાસમા, તથા કિર્તીસિંહ ઇન્દુભા, ફારૂકભાઇ મહીડા, ખેંગારસિંહ ચંદુભા, જયેન્દ્રસિંહ સહદેવસિંહ તથા કે.કે. વાઘેલા જોડાયા હતાં.

(11:31 am IST)