Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

હળવદ ગામે યુવતી પર દુષ્કર્મ ;ચરાડવા ગુરુકુળના સંચાલક,તેના ભાણેજ અને અન્ય શખ્શ સામે ફરિયાદ

મોરબીના હળવદ ગામે ચરાડવાની યુવતીએ ગુરુકુળના સંચાલક સહીત ત્રણ શખ્શો વિરૃદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે 

  ચરાડવા ગામે આવેલ સહજાનંદ ગુરુકુળના સંચાલક અને તેના ભાણેજ અને અજાણ્યાં ઈસમ દ્વારા દ્વારા વર્ષ 2016 થી અવાર નવાર યુવતી પર દુસ્કર્મ આચરવામાં આવ્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

  યુવતીએ ચરાડવા ગામે આવેલ સહજાનંદ ગુરુકુળના સંચાલક લલીતભાઈ મકનભાઈ પટેલ,,અલ્કેશભાઇ મણિલાલ પટેલ રહે ચરાડવા (લલિતભાઈનો ભાણો) અને એક અજાણ્યો માણસ વિરૃદ્ધ દુષ્કર્મ ની પોલીસ ફરિયાદ નોંધાવી  છે

  આ ત્રણેય શખ્સો દ્વારા એડમિશન લેવાના બહાને અવાર નવાર દુષ્કર્મ આચર્યું હોવાનો યુવતીનો આરોપ છે

પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી

(9:27 pm IST)