Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ગોંડલ-બગસરા રોડ પર મીનીબસ પલટી ખાઈ જતા મહિલાનું કરૂણમોત :છ મુસાફરો ઈજાગ્રસ્ત

ધારાળા ગામના પાટીયા પાસે અકસ્માત : ક્લીનર બસની વચ્ચે ફસાઈ ગયો

ગોંડલઃ ગોંડલના દેરડી કુંભાજી નજીક આવેલા ધરાળા ગામના પાટીયા પાસે મિનિ બસ પલટી ખાઈ જતા એક મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે છ મુસાફરો ઘાયલ થતા સારવાર માટે ગોંડલ હોસ્પિટલ ખસેડાયા હતા.

  મળતી વિગત મુજબ ગોંડલ તાલુકાના દેરડી કુંભાજીની પાસે આવેલા ધારાળા ગામના પાટીયા પાસે સાંજના પાંચ વાગ્યે રાજકોટથી બગસરા તરફ જઈ રહેલ મીનીબસ જીજે 02વીવી 2082 પલટી મારી જતા મંજુલાબેન જીવનભાઇ ડોડીયા (ઉમર વર્ષ 62 ) રહે બગસરાનું મોત નીપજ્યું હતું, જ્યારે હંસાબેન વિનુ ભાઈ સોલંકી (ઉમર વર્ષ 45) રહે સાજડીયાળી, વીણાબેન વિનુભાઈ સિધ્ધપુરા (ઉમર વર્ષ 48) રાજકોટ કોઠારીયા રોડ સહિતના મુસાફરો ઘાયલ 108 એમ્બ્યુલન્સની મદદથી ગોંડલ સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા

  અકસ્માતમાં બસનો ક્લીનર બસની વચ્ચે ફસાઈ ગયો હતો. જેને બસના પતરા તોડી જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો. અકસ્માતના પગલે રોડ પર મુસાફરોની ચિચિયારી બોલી જવા પામી હતી

 

(8:55 pm IST)
  • ગીરમાંથી સિંહણનો મૃતદેહ મળી આવ્યોઃ સિંહણના ૩ બચ્ચા લાપતા: ગીર સોમનાથના આંબળાશ ગામે સિંહણનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટઃ વન વિભાગે ત્વરીત તપાસ શરૂ કરી access_time 11:57 am IST

  • હિન્દીમાં ચિત્રા મુદ્દગલ અને ઉર્દુમાં રહમાન અબ્બાસ સહિત 24 લેખકોને સાહિત્ય અકાદમી પુરષ્કાર : કુલ 24 ભાષાઓના લેખકોને પુરષ્કારની જાહેરાત : અંગ્રેજીમાં અનીસ સલીમ અને સંસ્કૃતમાં રમાકાંત શુક્લ,પંજાબીમાં મોહનજીતપુરષ્કારનું એલાન : સાત કવિતા સંગ્રહ,છ ઉપન્યાસ,છ વાર્તાસંગ્રહ ,ત્રણ વિવેચનો અને બે નિબંધને પુરષ્કાર માટે પસંદગી access_time 1:12 am IST

  • સુરતની ઓલપાડ મામલતદાર કચેરીમાં ઘટના: સુરત કલેકટરનો વેચાણ પરવાનગી આપતો ખોટો હુકમ બનાવી ખોટો રાઉન્ડ વારો સિક્કો મારી જમીન પચાવી પાડવાનું કાવતરું બહાર આવ્યું :ઓલપાડના સોંસક ગામે આદિવાસીની ૭૩-એએ ની જમીન પચાવી પાડવા રચાયું કાવતરું: ઓલપાડ મામલતદારએ ઓલપાડ પોલીસ સ્ટેશન નોંધાવી ફરિયાદ: કીર્તિભાઈ પટેલ, દલશુખ નારોલા- કતારગામ - સુરત, ભરત ભાઈ નામના ત્રણ ઈસમો સામે નોંધાવી ફરિયાદ: સમગ્ર મામલે ઓલપાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી. access_time 9:29 pm IST