Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

વંથલીના શાપુર પાસેના રેલ્વેના પુલ નજીકથી મળેેલ વિસ્ફોટક સામગ્રીનો આરોપી હાથવેંતમાં

એસઓજી સહિતની એજન્સી દ્વારા તપાસ

જુનાગઢ, તા., ૬: વંથલીના શાપુર પાસેના રેલ્વેના પુલ નજીકથી મળેલ વિસ્ફોટક સામગ્રીનો આરોપી પોલીસને હાથવેંતમાં હોવાનું જાણવા મળેલ છે.

જુનાગઢ-વંથલી રોડ પર શાપુર પાસે રેલ્વેના પુલ નજીકથી ૪ ડિસેમ્બરની રાત્રે ર૧ ડીટોનેટર મળી આવેલ.

આ અંગે કોઇએ આઇજી સુભાષ ત્રિવેદીને જાણ કરતા તેઓએ આરઆરસેલનાં પીએસઆઇ ડી.બી.પીઠીયા, એસઓજીના પીઆઇ જે.એમ. વાળા ઉપરાંત તંત્ર અને બોંબ ડીસ્પોઝલ સ્કવોડ વગેરેને રવાના કરેલ અને ર૧ ડિટોનેટર કબ્જે કરીને અજાણ્યા શખ્સ વિરૂધ્ધ કાર્ર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની તપાસ એસપી  સૌરભસિંઘની સુચનાથી એસઓજીના પીઆઇ જે.એમ.વાળા વગેરે ચલાવી રહયા છે. તેઓએ પ્રારંભીક તબક્કે જ એક શકમંદની અટકાયત કરી લીધી હતી.

એસઓજીને વિસ્ફોટક સામગ્રી મળી આવવાના બનાવમાં આરોપી હાથવેંતમાં હોવાનું અને આજે બપોર સુધીમાં તેની ધરપકડ કરી લેવામાં આવનાર હોવાનું જાણવા મળેેલ છે.

(3:44 pm IST)