Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

હળવદ માર્કેટીંગ યાર્ડની બે પઢીઓ સામે થયેલ ફરિયાદમાં વેપારીને ૧૮ માસની સજા અને દંડ

હળવદ તા. પ :.. ઝાલાવાડમાંથી સૌથી મોટું પીંઠુ ગણાતું હળવદ માર્કેટીંગ યાર્ડમાં બે પેઢીઓ સાથે થયેલી છેતરપીંડીની ફરીયાદમાં દાખલ થયેલ ચેક રીટર્ન કેસમાં ચીફ મેજીસ્ટ્રેટ જયુડીશીયલ કોર્ટે બે અલગ અલગ કેસમાં અઢી મહિનામાં જ કેસ ચલાવી બબ્બે પેઢીને ચુનો ચોપડનાર વેપારીને ૧૮ માસની સજા અને ૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો અને આરોપી જો ૩૦ દિવસોમાં દંડ ભરપાઇ કરવામાં ન આવે તો વધુ ૩૦ દિવસની સજા ફટકારી હતી તેમજ બન્ને ફરીયાદીને ૧૦ લાખ ૯૧ હજાર ૬ ટકા વ્યાજ સાથે રકમ પરત કરવાનો હુકમ કરતા વેપારી આલમમાં  ખુશીનું મોજું ફરી વળ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ એપીએમસીમાં લાખો રૂપિયાનું ફુલેક ફેરવી ફરાર થયેલા આરોપી વિરૂધ્ધ ફોજદારી ફરીયાદ નોંધાવતા હળવદ પંથકમાં સનસનાટી મચી જવા પામી હતી. જેમાં ફરીયાદી ભકિતનંદન ટ્રેડીંગના ઘનશ્યામભાઇ સવજીભાઇ દલવાડીના રૂપિયા ૪,૬ર,૪૧૮ અને ફરીયાદી સિધ્ધેશ્વર ટ્રેડીંગના પ્રહલાદભાઇ લાલજીભાઇ પરમારના રૂપિયા ૬,૩૦,૮૬૦ ના ધંધાકીય વેપાર માટે આપેલા ચેક રીટર્ન મામલે વકીલ લલીત જી. સોનગ્રાએ નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ ૧૩૮ મુજબ નોટીસ પાઠવી હતી જેમાં ફરીયાદીના વકીલની દલીલ અને દસ્તાવેજી પુરાવાના આધારે ફકત અઢી માસ જેટલાં ટૂંકા ગાળામાં કેસનો નિર્ણય આપવામાં આવ્યો હતો.

આ કેસમાં હળવદ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ પી. ડી. જેઠવા દ્વારા ચુકાદો આપ્યો હતો. જેમાં ફુલેકા બાજ હળવદ માર્કેટીંગ યાર્ડના અંશ એન્ટરપ્રાઇઝના વેપારી દ્વારા ભકિતનંદન અને સિધ્ધેશ્વર ટ્રેનીંગ નામની બે પેઢીના ધંધાકીય વેપાર માટે એચડીએફસી બેંકનો ચેક આપ્યો હતો. જેમાં ફરીયાદીનો ચેક રિટર્ન થતાં આરોપી વિરૂધ્ધ ફોજદારી નોંધાવી હતી. ત્યારે હળવદ ચીફ મેજીસ્ટ્રેટ કોર્ટમાં કેસ ચાલી જતાં ફરીયાદી વકીલની  રજૂઆત ધ્યાન લઇને ફરીયાદીની પક્ષમાં ચુકાદો આપવામાં આવ્યો હતો. જેમાં બન્ને કેસમાં આરોપીને ૧૮ માસની સજા અને ૧૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો સાથે ૧૦ હજારનો દંડ એક માસમાં ભરવામાં ન આવે તો વધારે ૩૦ દિવસની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો. આ મહત્વના ચુકાદામાં આરોપીએ ફરીયાદીને ૬ ટકા વ્યાજ સાથે નાણા પરત  કરવાનો પણ હુકમ કરતાં ફરીયાદી પક્ષમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું તો સાથે ઠગ કંપનીઓને ચેક રિટર્ન થશે તો શુ હાલ થશે તે પણ ન્યાય મંદિરે ચુકાદા થકી જણાવી દીધું હતું. (પ-ર૩)

(1:49 pm IST)
  • દેશમાં દર આઠમાંથી એક મોત વાયુ પ્રદુષણથીઃ હેલ્થ મીનીસ્ટ્રીના અભ્યાસનું તારણઃ આઉટડોર પ્રદુષણથી ૧૦ લાખથી વધુના મોત ર૦૧૭ મા વાયુ પ્રદુષણથી થયેલ મોતમાં અર્ધા થી વધારેની ઉમર ૭૦ થી ઓછી : રીસર્ચ પેપર પ્રમાણે દુનિયાની ૧૮ ટકા વસ્તી ભારતમાં: ર૬ ટકા મોત વાયુ પ્રદુષણને કારણે : દિલ્હી, ઉતરપ્રદેશ, બિહાર, હરીયાણા, વાયુ પ્રદુષણઃ આયુષ્ય ૧.૭ વર્ષ ઘટે access_time 11:47 pm IST

  • અમદાવાદ: આસારામ સામે નોંધાયેલા બળાત્કારના કેસમાં સાક્ષીઓના નિવેદનના મુદ્દાને લઈને હાઇકોર્ટમાં થઇ અરજી:વિરોધાભાસી નિવેદનો કોર્ટને બતાવવા અંગે આરોપી તરફથી થયેલી રજૂઆતને ટ્રાયલ કોર્ટે ફગાવતા હાઇકોર્ટમાં થઇ અરજી:હાઈકોર્ટે તપાસ સંસ્થા અને અન્ય પક્ષકારોને ઇશ્યુ કરી નોટિસ:સરકારે જવાબ રજૂ કરવા માટે માંગ્યો સમય: ૧૧ ડિસેમ્બરે હાથ ધરાશે સુનવણી access_time 2:40 pm IST

  • સુરતના મહિધરપુરા વિસ્તારમાં ગેસ્ટ હાઉસમાં SOG પોલીસનો દરોડો :રૂ. 2.77લાખનો મુદ્દામાલ સાથે 7 જુગારીઓ ઝડપાયા access_time 2:39 pm IST