Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

કાલાવડના નવાગામમાં સેવાસેતુ કાર્યક્રમ

કાલાવડ : નવાગામમાં તાલુકા પ્રાથમિક શાળામાં સરકારશ્રીના આદેશ અનુસાર સેવાસેતુ કાર્યક્રમ યોજાઇ ગયો અને મોટાભાગે અરજીનો સ્થળ પર નિકાલ કરવામાં  આવ્યો હતો. જેમાં પીજીવીસીએલ, ખેતી વિકાસ, માં વાત્સલ્યકાર્ડ તથા આધાર કાર્ડ તેમજ રેશનકાર્ડને લગતા કામો કરવામાં આવ્યા હતા. જેમાં આજુબાજુના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. કાર્યક્રમમાં કાલાવડ તાલુકા મામલતદાર શ્રી દેસાઇ તેમજ તેમનો સ્ટાફ ઉપસ્થિત રહેલ. તેમજ નવાગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શિક્ષકગણ અને આંગણવાડીનો સ્ટાફ ઉપસ્થિત રહેલ અને મોટા ભાગના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ કરવામાં આવ્યુ. કાર્યક્રમને સફળ બનાવવા નવાગામના યુવા સરપંચ સંજયભાઇ ચોવટીયા તેમજ પંચાયતના સભ્યો અને નવાગામ તાલુકા શાળાના સભ્યોએ ભારે જહેમત ઉઠાવેલ હતી. સેવાસેતુ કાર્યક્રમની તસ્વીરો.(૪૫.૨)

(12:38 pm IST)
  • દેશમાં દર આઠમાંથી એક મોત વાયુ પ્રદુષણથીઃ હેલ્થ મીનીસ્ટ્રીના અભ્યાસનું તારણઃ આઉટડોર પ્રદુષણથી ૧૦ લાખથી વધુના મોત ર૦૧૭ મા વાયુ પ્રદુષણથી થયેલ મોતમાં અર્ધા થી વધારેની ઉમર ૭૦ થી ઓછી : રીસર્ચ પેપર પ્રમાણે દુનિયાની ૧૮ ટકા વસ્તી ભારતમાં: ર૬ ટકા મોત વાયુ પ્રદુષણને કારણે : દિલ્હી, ઉતરપ્રદેશ, બિહાર, હરીયાણા, વાયુ પ્રદુષણઃ આયુષ્ય ૧.૭ વર્ષ ઘટે access_time 11:47 pm IST

  • ગીરમાંથી સિંહણનો મૃતદેહ મળી આવ્યોઃ સિંહણના ૩ બચ્ચા લાપતા: ગીર સોમનાથના આંબળાશ ગામે સિંહણનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટઃ વન વિભાગે ત્વરીત તપાસ શરૂ કરી access_time 11:57 am IST

  • અગસ્તા વેસ્ટલેન્ડ: અજીત ડોભાલ અને CBIના નવા ચીફ અે આપ્યો ‘‘ઓપરેશન મિશેલ’’ ને અંજામ : CBIના બે અધિકારી રાકેશ અસ્થાના અને આલોક વર્મા વચ્ચે અદાલતી લડાઇ : સીબીઆઇ મિશેલને પટિયાલ હાઉસ કોર્ટમાં રજૂ કરશે : સીબીઆઇ જોઇન્ટ ડાયરેકટ સાંઇ મનોહરનું નેતૃત્વ-ટીમઅે દુબઇમાં રહી મિશન પુરૂ કર્યુ : સુષ્મા સ્વરાજે કૌસુલર પ્રત્યાર્પણ મામલે વાત કરી : સુષ્મા દુબઇમાં છે: ભારત-UAE જોઇન્ટ કમિશનની બેઠકમાં ભાગ લેશે : ૩૬૦૦ કરોડના અગસ્તા વેસ્ટલેન્ડ સોદામાં રાજનીતિક નેતૃત્વ પર સવાલ access_time 12:30 am IST