Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

બગસરાના સુડાવડની સીમમાંથી બાળકને દિપડો ઉઠાવી ગયા બાદ મજુરોએ વતનની વાટ પકડી

બગસરા તા. ૫ : બગસરા તાલુકાના સુડાવડ ગામે કાલે વહેલી સવારે માનવભક્ષી દીપડો અશ્વિનભાઈ બચુભાઈ ખેતરમાં કામ કરી રહેલા ખેત મજુર પ્રભુભાઈ ભાગોરાનો પુત્ર મેહુલ ઉમર વર્ષ ૨ ને ઉપાડીને ખેતરમાં નાસી છૂટયો હતો.

આ બાબતે પ્રભુભાઈના જણાવ્યા અનુસાર તેઓ વહેલી સવારે પાંચ વાગ્યા આસપાસ ઊઠીને ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેમની પત્નીઙ્ગ બાળક સાથે ચૂલા પાસે કામ કરી રહ્યા હતા ત્યારે નજીકમાં રમી રહેલા તેના બાળકને સામેથી અચાનક આવેલા દીપડાએ ગળાના ભાગેથી પકડી લીધો હતો અને તેને લઈને અંધારામાં ખેતરમાં નાસી છૂટયો હતો પછીથી એની પાછળ દોડવા છતાં તે કયાંય નજરે ન ચઢતા પ્રભુભાઈ દ્વારા ખેતરના માલિકને ફોન કરી જાણ કરી હતી જેમણે ત્યાં પહોંચીને ગામના સરપંચ ને તમામ બાબતોથી માહિતગાર કરતા સરપંચ એ આ બાબતે વનવિભાગને ફોન કરી સમગ્ર બનાવનીઙ્ગ જાણ કરી હતી. મોડી સાંજ સુધી પ્રયત્ન કરવા છતાં નાના બાળક કે દીપડાના કોઈ વિગત મળી શકી ન હતી.ઙ્ગ આ બનાવને પગલે સીમમાં રહી કામ કરતા મજૂરો માં ફફડાટ ફેલાયો છે. તેમજ આ દિપડાને પકડી લેવા માંગ કરવામાં આવી છે. સુડાવડના સરપંચ ચતુરભાઈના જણાવ્યા અનુસાર માનવભક્ષી દીપડાની આ ઘટના બાદ સીમ માં ભગિયું રાખીઙ્ગ કામ કરતા મજૂરોએ પોતાના વતનમાં પરત ફરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો તાત્કાલિક આ દીપડાને પકડવા માં નહીં આવે તો ખેતરોમાંથી મજુરો જતા રહેવાના છે જેથી તાત્કાલિક પીંજરાની વ્યવસ્થા કરી આ દીપડાને કાબુ કરવો જરૂરી છે.(૨૧.૧૪)

(12:36 pm IST)
  • સ્મૃતિ ઇરાનીનો મજાકિયો અંદાજ : ભગવાન મને ઉઠાવી લે : મને નહી મારા વજનને : સ્મૃતિ ઇરાનીની ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તસ્વીર શેયરઃ તસ્વીરમાં પતિ જુબીન ઇરાની પણ સામેલ : પતિ જુબિન ઇરાનીએ મજાકમાં કહ્યુ આને પણ ઉઠાવી લ્યો : પતિ જુબીન ઇરાની પોસ્ટ પર કોમેન્ટ કરી : તે કયારેય ઇચ્છતા નથી એને ઉઠાવી લે : જીંદગીના ચઢાવ ઉતાર છેઃ કોઇ મને પૂછે, એમણે આગળ લખ્યુ મારા બાળકોની મા તમે બેહતરીન છોઃ સ્મૃતિ ઇરાનીએ આભાર માન્યો access_time 12:02 am IST

  • દિલ્હી મેટ્રોની બ્લુ લાઇનનું સિગ્નલ ફેઈલ :હજારો મુસાફરો પરેશાન :ટ્રેનો કલાકો સુધી સ્ટેશન પર થોભી : એક બીજા સ્ટેશન જવા માટે પણ ટ્રેનોને 15 થી 20 મિનિટનો સમય લાગે છે : નિયંત્રણ કેન્દ્રોનો સંપર્ક તૂટતા સમગ્ર બ્લુ લાઈન ટ્રેનો પ્રભાવિત : ગાઝિયાબાદ અને નોઈડાને વેસ્ટ દિલ્હીના દ્વારકાથી જોડનારી લાઈનમાં પેહલા કકરોલબાગ અને દ્વારકા સેક્શન વચ્ચે અને પછી સમગ્ર લાઈનમાં સિગ્નલ ફેઈલ થયું access_time 1:16 am IST

  • અમદાવાદ: આસારામ સામે નોંધાયેલા બળાત્કારના કેસમાં સાક્ષીઓના નિવેદનના મુદ્દાને લઈને હાઇકોર્ટમાં થઇ અરજી:વિરોધાભાસી નિવેદનો કોર્ટને બતાવવા અંગે આરોપી તરફથી થયેલી રજૂઆતને ટ્રાયલ કોર્ટે ફગાવતા હાઇકોર્ટમાં થઇ અરજી:હાઈકોર્ટે તપાસ સંસ્થા અને અન્ય પક્ષકારોને ઇશ્યુ કરી નોટિસ:સરકારે જવાબ રજૂ કરવા માટે માંગ્યો સમય: ૧૧ ડિસેમ્બરે હાથ ધરાશે સુનવણી access_time 2:40 pm IST