Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ધારી તાલુકાના ઝર ગામમાં દાઉદભાઈ લલીપા દ્વારા

રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિપકભાઈ વ્યાસ(એસ.પી.)નો યોજાયેલ સન્માન કાર્યક્રમઃ સંતો-મહંતોની ઉપસ્થિતિ

ધારી, તા. ૫ :. ધારી તાલુકાના ઝર ગામમાં દાઉદભાઈ લલીપા દ્વારા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા એસ.પી. દિપકભાઈ વ્યાસના સન્માન કાર્યક્રમમા જૂનાગઢના ભારતી આશ્રમના મહામંડલેશ્વર ભારતીબાપુ ચાંપરડા આશ્રમના મુકતાનંદબાપુના પ્રતિનિધિ વિજયબાપુ વિગેરે સંતો તેમજ રાજકીય આગેવાનો પધારેલ હતા.

આ સન્માન સમારોહ કાર્યક્રમમાં ઝર ગામના લોકોએ સંતોના સામૈયા કરેલ હતા. આ સન્માન સમારોહમાં અમદાવાદ ખાતે ફરજ બજાવતા એસીપી દિપકભાઈ વ્યાસ રાષ્ટ્રપતિ એવોર્ડ મળવા બદલ મહામંડલેશ્વર ભારતીબાપુ અને સંતો દ્વારા સન્માન કરવામાં આવેલ હતું. તેમજ સરસીયા હાઈસ્કૂલમાં આચાર્ય (શિક્ષક) તરીકે ફરજ બજાવતા રાજ્ય સરકાર દ્વારા એવોર્ડ મેળવેલ મયુરભાઈ દવેનું સન્માન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં ધારી બગસરાના ધારાસભ્ય શ્રી કાકડીયા, ધારીના માર્કેટીંગ યાર્ડના ચેરમેન શ્રી મનસુખભાઈ ભુવા (માજી ધારાસભ્ય), બીછુભાઈ વાળા, ધારીના સરપંચ જીતુભાઈ જોષી નરેશભાઈ ભુવા, અતુલભાઈ કાનાણી, વિસાવદરના રાજગોર બ્રહ્મસમાજના ગીજુભાઈ ભાકમા, મહુવાના મહેંદીબાપુ, બગસરાના ઉદ્યોગપતિ સંજયભાઈ ધાણક, માજી ધારાસભ્ય પ્રતાપભાઈ વરૂ, વિરોધ પક્ષના નેતા વગેરે રાજકીય આગેવાનો તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા લલીયા પરિવારના લોકોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ હતી. (તસ્વીરઃ કાંતિભાઈ જોષી-ધારી)(૨-૮)

(12:36 pm IST)