Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ઉપલેટા યુથ કોંગ્રેસ દ્વારા આવેદન

 ઉપલેટાઃ યુથ કોંગ્રેસના પ્રમુઅ અને યુથ કોંગ્રેસના કાર્યકરોએ ઉપલેટા મામલતદારને એક આવેદનપત્ર આપી લોકરક્ષકના પેપર ફોડનારા સામે આકરા પગલા લેવાની માંગણી કરતું આવેદનપત્ર આપેલ છે. આજના આવેદન પત્ર આપવામાં યુથ કોંગ્રેસના પ્રમુખ રમેશ ભારાઇ, કપીલ સોલંકી, ઉપપ્રમુખ-યાસીન ડેડા, દિવ્યેશ સુવા, રામ જાડેજા, તુષાર ગોહિલ, સાજીદ પઠાણ, અજય સોલંકી, અર્જુન કરંગીયા સહિત અનેક લોકો જોડાયા હતા. (૭.૧૭)

 

(12:34 pm IST)
  • અમદાવાદ: આસારામ સામે નોંધાયેલા બળાત્કારના કેસમાં સાક્ષીઓના નિવેદનના મુદ્દાને લઈને હાઇકોર્ટમાં થઇ અરજી:વિરોધાભાસી નિવેદનો કોર્ટને બતાવવા અંગે આરોપી તરફથી થયેલી રજૂઆતને ટ્રાયલ કોર્ટે ફગાવતા હાઇકોર્ટમાં થઇ અરજી:હાઈકોર્ટે તપાસ સંસ્થા અને અન્ય પક્ષકારોને ઇશ્યુ કરી નોટિસ:સરકારે જવાબ રજૂ કરવા માટે માંગ્યો સમય: ૧૧ ડિસેમ્બરે હાથ ધરાશે સુનવણી access_time 2:40 pm IST

  • હિન્દીમાં ચિત્રા મુદ્દગલ અને ઉર્દુમાં રહમાન અબ્બાસ સહિત 24 લેખકોને સાહિત્ય અકાદમી પુરષ્કાર : કુલ 24 ભાષાઓના લેખકોને પુરષ્કારની જાહેરાત : અંગ્રેજીમાં અનીસ સલીમ અને સંસ્કૃતમાં રમાકાંત શુક્લ,પંજાબીમાં મોહનજીતપુરષ્કારનું એલાન : સાત કવિતા સંગ્રહ,છ ઉપન્યાસ,છ વાર્તાસંગ્રહ ,ત્રણ વિવેચનો અને બે નિબંધને પુરષ્કાર માટે પસંદગી access_time 1:12 am IST

  • સુરત: ઉધના વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા દારૂની રેડનો કેસ :સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ ઉધના પીઆઇ એમપી પરમારને સસ્પેન્ડ કર્યા:સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરી 2 લાખ 24 હજારનો દારૂ જપ્ત કર્યો હતો access_time 12:04 am IST