Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

વડિયા તોરી ગામે સરપંચની ગેરહાજરીમાં યોજાયેલ ગ્રામ સભાનો ફિયાસ્કોઃ સરપંચ પતિની જોહુકમી

વડિયા, તા.૬: વડિયા તાલુકાના તોરી ગામે સરકાર તરફથી સરકારી નીયમ મુજબ સરકારના પરિપત્ર મુજબ ગ્રામસભા બોલાવવાની હતી અને થયેલ વિકાસ કામો અને જરૂરી વિકાસ કામો અને ગામનો વિકાસ અને સૂવિધા બાબત ચર્ચા વિચારણા માટેની હોય પરંતુ હાલના સરપંચ પતિએ નિયમોનો ઉલાળીયો કરીને ગ્રામપંચાયતના ઉપસરપંચ તથા અન્ય ચાર સભ્યોને એજંન્ડા કે કોઈપણ પ્રકારની જણ ન કરી પોતાનુ મનમાન્યુ કરેલ અને ગામના લોકોને પણ જાણકર્યા વગર ગામ સભા બોલાવેલ જેની જાણ ઉપસરપંચે અને અન્ય ગ્રામપંચાયતના સભ્યો એ ટી.ડી.યો.સાહેબને ટેલીફોનીક જાણ કરતા ટી.ડી.યો.સાહેબના હુકમનો અનાદર કરી પ્રાથમિક શાળામા સભા બોલાવેલ અને સરપંચને હાજર ન રાખી સરપંચ પતિ એ અધ્યક્ષસ્થાન લયને ગામના નાગરિકો હાજર ન રહેતા ( માત્ર પાંચજ વ્યકિત )ની હાજરી હોવાથી ખુદ સરપંચપતિ એ અધિકારી ઓને જાણકરી કે ફરિથી તારીખ આપો અને ઈપણ મારા દ્યરની બાજુમા સ્થળ આપો જેથી અમારી સગવડતાને અનુરૂપ થાય અને અધિકારીઓ પણ માનીગયા અને નવુ સ્થળ પણ આપી દીધુ ...

 ખરેખર દરેક ગામમા સરપંચપતિ ઓનાજ રાજ અને હૂકમો ચાલે છે અને અધિકારીઓ પણ સરપંચ પતિ ઓના તાબે થય જાય છે તો આમા કંઈક રન્ધાતુ દેખાઈ આવે છે અને ગામલોકોમા પણ ગણ ગણાટ સંભળાતો હોય કે તોરીના સરપંચને ગામલોકો એ જોયાજ નથી તો ગ્રામસભામા સરપંચશ્રીના મુખદર્શન થશે પરંતુ સરપંચના બદલે રાબેતા મુજબ સરપંચપતિના દર્શન થતા હાજર રહેલ નાગરીકો પોત પોતાના ઘરે જતા રહેલ .... હવે નવા સ્થળે પોતાના દ્યર પાસે જ સભા બોલાવેલ અને સરપંચ દલીત હોય અને દલીતના નાતે તેમનાજ દ્યર આંગણે હોય અને સરપંચના પ્રશ્નોનો વિરોધ ન કરી શકે અને પોતાના મળતીયા ઓજ આવે અને એક તરફી નિર્ણય લઇ શકે તેવા હેતુથી સ્થળ ફેર કરી પોતાની અંગત મનસા પુરી થાય એવુ જાણવામા પંચાયતના સદસ્યો કહીં રહ્યા છે ... જયારે આ અંગે તાલુકા ટી.ડી.ઓનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે તોરી ગામના ઉપસરપંચ હંસાબહેન હીરપરા અને સભ્યો બાબુભાઈ કોટડીયા સહિત ચાર સભ્યો નો મને ટેલીફોન આવ્યો હતો કે અમારા ગામમાં ગામ સભા છે પરંતુ અમોને આમંત્રણ કે એજન્ડા બજાવવામાં આવેલ નથી તો ટી.ડી.ઓ.એ કહેલ કે તમે લોકો સ્થળ પર આવી જાવ બાદમા તમામ સભ્યો નહી આવતા આ ગામ સભા બંધ રાખેલ અને આગામી ૭ તારીખે ફરી રાખેલ છે તેમજ આ અંગે તોરી ગામના તલાટી મંત્રી મીલન પટેલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે તોરી ગામ પંચાયતના નોટીસ બોર્ડ પર આમંત્રણ મુકવા આવેલ હતું સભ્યો કે ઉપ સરપંચને રૂબરૂ આમંત્રણ આપેલનો હતુ વધુમાં પુછતા મંત્રી એ જણાવેલ કે મહીલા સરપંચ છે પણ તે હાજરના હતા..(૨૨.૩)

(12:31 pm IST)