Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

વિછીયાના લાખાવડમાં રામશી રબારીને કોૈટુંબીક ભાઇઓએ ધારીયુ ઝીંકયું

જુનુ મનદુઃખ કારણભુતઃ કોલેજીયન યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૬: વિછીયાના લાખાવડ ગામે રહેતાં અને કોલેજમાં અભ્યાસ કરતાં રામશી રૂપાભાઇ સાંબડ (ઉ.૧૯) નામના રબારી યુવાનને તેના જ કોૈટુંબીક ભાઇઓ ગભરૂ સવશીભાઇ અને વિભા સવશીભાઇએ ઝઘડો કરી ધારીયાથી હુમલો કરી માથામાં ઇજા કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

રામશીના સગાના કહેવા મુજબ અગાઉ દિવાલ ચણવા બાબતે રામશી પર ગભરૂ સહિતનાએ હુમલો કર્યો હોઇ ત્યારે પણ રામશીને પાંચ ટાંકા આવ્યા હતાં. ત્યારથી મનદુઃખ ચાલતું હોઇ તેનો ખાર રાખી ગત રાત્રે ફરીથી ઝઘડો કરી ધારીયાના ઘા ઝીંકી દેવાયા હતાં. હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે વિછીયા પોલીસને જાણ કરી હતી.

(12:17 pm IST)