Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

બોઘરાવદર દૂધ મંડળીના કર્મચારી દિપકભાઇ લીંબડીયા પર વિપુલ કોળીનો પાઇપથી હુમલો

મહિલાઓની હાજરીમાં ગાળો બોલતો હોઇ ના પાડતાં તૂટી પડ્યો

રાજકોટ તા. ૬: જસદણના બોઘરાવદરમાં રહેતાં અને ત્યાંની સહકારી દૂધ મંડળીમાં નોકરી કરતાં દિપકભાઇ વાલજીભાઇ લીંબડીયા (કોળી) (ઉ.૪૨) દૂધ મંડળીએ હતાં ત્યારે ગામના જ કોળી શખ્સ વિપુલ જાડાએ ઝઘડો કરી લોખંડના પાઇપથી માર મારતાં જસદણ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

દિપકભાઇ મંડળીમાં નોકરી કરે છે. મહિલાઓ દૂધ લઇને આવી હોઇ ત્યારે વાલજી ગાળાગાળી કરતો હોઇ તેને દિપકભાઇએ દૂર જવાનું કહી સમજાવતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને ઝઘડો કરી પાઇપથી તૂટી પડ્યો હતો. તેમ દિપકભાઇના સગા સુરેશભાઇએ જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજદિપસિંહે જસદણ પોલીસને જાણ કરી હતી.

(12:17 pm IST)