Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

રાણાવાવઃ હોસ્પીટલના કર્મચારીને નોકરીમાં લેવા લેબર કોર્ટનો હુકમ

પોરબંદર તા. ૬ :.. રાણાવાવ વાલ્મીકી નગરના રહેવાસી અભિષેક વૃજલાલ ઝાલાને ૬ વર્ષ પહેલા સરકારી હોસ્પીટલે છૂટ્ટો કરી મુકતા તેને ફરી નોકરીએ લેવા જૂનાગઢ લેબર કોર્ટ હુકમ ફરમાવેલ છે.

આ કેસની અન્ય વિગતો મુજબ રાણાવાવની રેફરેલ હોસ્પીટલે તેના સ્વીપરને નોકરીમાં અનિયમીત હાજરી અને દારૂ પીવાનો કેસ થયાનું બહાનું બતાવી ૬ વર્ષ પહેલા છૂટ્ટો કરી મુકતા ફરીયાદી કામદારના વકીલ વિજયકુમાર પંડયાએ દલીલો કરી જણાવેલ કે દારૂના કેસમાં નિર્દોષ કોર્ટે જાહેર કરી દીધો છે. પછી ફરી તેજ બહાના નીચે તેની નોકરીનો અંત લાવી શકાય નહિ કે વર્ષે ર૪૦ દિવસોથી વધુ સળંગ ફરજો બજાવી ચુકેલ આ કામદારને અનિયમીત ગણી શકાય નહિ અને આમ પણ સંસ્થાનું હકક-હિસ્સા કે વળતર ચુકવ્યા વગર સીધુ નોકરીમાંથી છૂટા કરી મુકવાનું પગલુ ઉતાવળીયુ અને ગેરકાયદેસર છે. ઉપરોકત દલીલોને કોર્ટ માન્ય રાખી દિવસ-૩૦ માં ફરી ફરજ ઉપર ફરીયાદી કર્મચારીને લઇ લેવા હુકમ ફરમાવેલ છે.

(12:14 pm IST)