Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

શનિવારે ગોંડલના મોવીયામાં એડી.ડી. જી.પી. ડો. મલ્લ દ્વારા કાર્યકર્તાઓનું સન્માન

રાજયમાં કાળી ચૌદશ ઉજવણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા અને પર્દાફાશની કામગીરીમાં મદદ કરનાર પોલીસ અધિકારીનું બહુમાન

રાજકોટઃ તા.૬, ભારત જન વિજ્ઞાન જાથા તથા સમસ્ત મોવીયા ગ્રામજનોના સંયુકત ઉપક્રમે રાજયમાં કાળી ચૌદશની ગેરમાન્યતા ખંડન કાર્યક્રમમોમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા તથા પર્દાફાશની કામગીરીમાં મદદ કરનાર થનાર પોલીસ કર્મીઓ તથા મોવીયા ગામના સમાજ સેવકોનો સન્માન કાર્યક્રમ તા.૮ના શનિવારે બપોરે ૧૨ વાગ્યાથી યોજાયેલ છે.

રાજયના એડી. ડાયરેકટર જનરલ ઓફ પોલીસ ડો. વિનોદ કુમાર મલ્લ વિજ્ઞાનલક્ષી પ્રવચન આપી ગામના સમાજ સેવકો, પોલીસ અધિકારીઓ, જાથાના કાર્યકર્તાઓનું સન્માન કરશે.

શ્રેષ્ઠ કામગીરી સન્માનના હકકદાર મોવીયાના રમેશભાઇ જન, શર્મિષ્ઠાબેન ભાલાળા, જસુમતિબેન લાંબા, જયશ્રીબેન ભાલાળા, વર્ષાબેન ભાલાળા, સદ્ગુરૂ ધુન મંડળ, પ્રણામી યુવક મંડળ, ખોડલ ગ્રુપ, સહયોગ ગ્રુપ, હનીશભાઇ ઘેટીયા, રમેશભાઇ ટોટા તથા ગોંડલ તાલુકા પોલીસ કર્મી ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રણવભાઇ વાલાણી, હરીશચંદ્રસિંહ ઝાલા, હોમગાર્ડના પુથ્વીપરી ગોસ્વામી, હરેશ ચાંડપા, જગદીશભાઇ કટકીયા, પ્રશાંતપરી ગોસ્વામી, રાજુભાઇ ભાલાળા અને પર્દાફાશની કામગીરીમાં મદદ કરનારા સાયલાના પી.એસ.આઇ.બી.એસ. સોલંકી, હેડ કોન્સ્ટે. દોલાભાઇ વેલાભાઇ, એ.એસ.આઇ. વિનુભાઇ માણસીભાઇ, હેડ કોન્સ્ટે. હયાતખાન ઉમરખાન, પો. કોન્સ્ટે. રવિરાજસિંહ ગીરીરાજસિંહ, કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, એ.એસ.આઇ સરમણભાઇ ચાવડા, હેડ કોન્સ્ટે. હસમુખભાઇ મકવાણા, શૈલેન્દ્રસિંહ જાડેજા, પો. કોન્સ્ટે. કુલદીપસિંહ પરમાર, જાથાના કાર્યકર્તાઓમાં કિશોરભાઇ હાપલીયા, ભોજાભાઇકક ટોયટા, દિનેશ હુંબલ, ભાનુબેન ગોહિલ, ધુતારપરના ચમનભાઇ રાઠોડનું વિશિષ્ટ બહુમાન કરી સન્માન પત્ર આપવામાં આવશે. તેમ જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯)ની યાદીમાં જણાવાયું છે.

(12:11 pm IST)