Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ઓખાના દરીયામાં તામીલનાડુની માચ્છીમારી બોટની તપાસ

'બતાલીનયમ' અને 'ધ દીવેન' બોટ અને રપ ખલાસીની પુછપરછ

ઓખા-ખંભાળીયા, તા., ૬: ઓખાના દરીયામાં વહેલી સવારે મરીન પોલીસના પેટ્રોલીંગ કરતા હતા ત્યારે સમીયાણી ટાપુ પાસેથી ગ્રીન કલરની બે બોટો શંકાસ્પદ જણાતા તે બન્ને બોટને ઓખા બંદરે કનકાઇ જેટી પર લાવવામાં આવી હતી. અહી તમામ સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી હતી.

જેમાં બન્ને બોટમાં રપ ખલાસીઓ રહયા હતા અને તેમાં માચ્છીમારી ઓજારો તથા માછલીનો જથ્થો મળી આવ્યો હતો.

'બતાલીયમ' અને  'ધ દીવેન' નામની આ બન્ને બોટ તામીલનાડુની હોય અને તેઓ માચ્છીમારી માલનો જથ્થો ઓખા બંદરે વેચવા આવ્યા હોય તેવું પ્રાથમીક પુછપરછમાં જણાયું હતું અને તમામ ખલાસીઓના આઇડી પ્રુફ તથા મોબાઇલની તપાસ કરતા કંઇ જ શંકાસ્પદ જણાયું નથી. ત્યારે સર્વે એજન્સીઓએ નિરાંતનો દમ લીધો હતો.

(12:10 pm IST)