Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

હાથબના ત્રણ કોલેજીયન મિત્રોના મોત

બાઇક ઉપર ભાવનગર આવતા'તા : ભૂંમલી પાસે ટ્રકે હડફેટે લીધા : ગ્રામજનોમાં અરેરાટી

ભાવનગર, તા. ૬ : ભાવનગર નજીક બાઇક ઉપર કોલેજ જઇ રહેલા ત્રણ યુવાનોને ટ્રકે હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં ત્રણેય કોલેજીયન મિત્રોના કરૂણ મોત નિપજયા હતાં.

અકસ્માતની જાણવા મળતી વિગતો મુજબ ભાવનગરના હાથબ ગામે રહેતા અને ભાવનગર શહેરની શામળદાસ આર્ટસ કોલેજમાં અભ્યાસ કરતા અશ્વિન ભરતભાઇ બારૈયા ઉ.વ.૧૯, મહેશભાઇ રાજુભાઇ બારૈયા ઉ.વ.૧૯ અને શૈલેષ બુધાભાઇ જેઠવા ઉ.વ.૧૯ બાઇક નં. જીજે-૪-બીસી-૪૮ ઉપર ભાવનગર કોલેજે આવી રહ્યા હતાં ત્યારે ભૂંમલી ગામ પાસે એક ટ્રક સાથે બાઇક અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ત્રણેય મિત્રોને ગંભીર ઇજા થતાં ૧૦૮ ઇમરજન્સી મારફત ભાવનગરની સર ટી હોસ્પિટલ ખસેડાયેલ જયાં ત્રણેય કોલેજીયન મિત્રોના મોત નિપજયા હતા.

બનાવની જાણ થતાં જ વરતેજ પોલીસ બનાવ સ્થળે દોડી આવી હતી. મૃતક ત્રણેય મિત્રો હાથબ ગામના હોય હાથબ ગામમાં ભારે ગમગીની ફેલાઇ ગઇ હતી. બનાવની જાણ થતાં કોલેજના વિદ્યાર્થીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. આ બનાવ અંગે વરતેજ પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. (૮.૭)

 

(12:00 pm IST)