Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

કોંગ્રેસનો એજન્ડા જાતીવાદના ઝેર ફેલાવવાનો, અમારો એજન્ડા વિકાસવાદનો : અમિતભાઇ શાહ દ્વારકામાં

દ્વારકા, તા., ૭: દ્વારકા ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહની જાહેરસભા યોજાઇ હતી. શ્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે, કોંગ્રેસનો એજન્ડા જાતીવાદનો ઝેર ફેલાવવાનો છે. જયારે અમારો-ભાજપનો એજન્ડા વિકાસવાદનો છે.

અમિતભાઇ શાહે જણાવ્યું કે રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના આગેવાનો કહેતા હતા કે કોંગ્રેસ આવે છે, કોંગ્રેસ આવે છે પરંતુ યુપીનું પરીણામ કંઇક અલગ જ આવ્યું અને કોંગ્રેસની બોલતી બંધ થઇ ગઇ છે. ભાજપ સરકારે કરફયુ મુકત ગુજરાતનું શાસન આપીને લોકોને ભયમુકત કર્યા છે. પીવાના પાણી, રસ્તા સહીતના અનેક પ્રશ્નો ઉકેલી દીધા છે.

અમિતભાઇ શાહે આહવાન કર્યુ હતું કે ૯ મી તારીખે ઇવીએમનું એવુ બટન જોરથી દબાવજો કે તેનો કરંટ ઇટાલીમાં લાગે.

આ તકે ભાજપના ઉમેદવાર પબુભા માણેક, સાંસદ પુનમબેન માડમ સહિતના ઉપસ્થિત રહયા હતા.

નરેન્દ્રભાઇને ગાંધી બાપુ સ્વપ્નામાં આવ્યા'તા : પબુભા માણેક

દ્વારકાઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહની જાહેરસભામાં પ્રવચન કરતા દ્વારકાના ધારાસભ્ય અને ભાજપના ઉમેદવાર પબુભા માણેકે જણાવ્યું હતુ કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ગાંધી બાપુ સ્વપ્નામાં આવ્યા હતા અને તેમણે નરેન્દ્રભાઇને કોંગ્રેસ મુકત ભારત કરવા આદેશ કર્યો હતો. ત્યાર બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ અભિયાન ઉપાડી લઇને કોંગ્રેસ મુકત ભારત બનાવવા માટે કમ્મર કસી છે.

 

(6:27 pm IST)