Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

હાર્દિક વિરૂધ્ધ દ્વારકામાં રેલી અને સુત્રોચ્ચાર

 દ્વારકામાં હાર્દિક પટેલનો રઘુવંશી યુવા સંગઠન દ્વારા સુત્રોચ્ચાર સાથે વ્યાપક વિરોધ કરવામાં આવ્યો હતો. ત્રણ દિવસ પહેલાં હાર્દિક પટેલે જુનાગઢ ખાતે સભામાં મહેન્દ્ર મશરૂ વિરૂધ્ધ ટીપ્પણી કરી હોય  મહેન્દ્ર મશરૂએ રઘુવંશીઅગ્રણી અનેસારી પ્રતિષ્ઠા ધરાવતું બેદાગ વ્યકિતત્વ હોય તેના   વિરૂધ્ધની ટીપ્પણી સામે વિરોધ દર્શાવવા દ્વારકાના મંદિર ચોકમાંથી રેલી નિકળી હતી જે હોમગાર્ડ ચોકમાં સભામાં તબદીલ થઇ હતી અને અગ્રણીઓએ હાર્દિક પટેલ માફી માંગે તેવી માંગ સાથે વિરોધ વ્યકત કર્યો હતો.

(4:14 pm IST)