Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

સાવરકુંડલા ખુમાણ પરિવારનો અનોખો લગ્નોત્સવ સમાજ માટે પ્રેરણારૂપ

સાવરકુંડલા : કુંડલા  પંથક એટલે સુવિખ્યાત બહારવટીયા, શુરા અને સંતશ્રી જોગીદાસ ખુમાણની ભૂમી. આ પવિત્ર ભૂમી માં જ નાવલી નદીનાં પાણી પી ને  ઉછરેલા અને સમગ્ર પંથક મા ખુબજ લોક ચાહના ધરાવતા ખુમાણ પરિવાર ના કુમારશ્રી પ્રદ્યુમનસિંહજી તથા કુમારશ્રી મહાવિરસિંહજી ના શુભલગ્ન યોજાઇ ગયા. આ લગ્નોત્સવ માં નવદંપતિને આશિર્વાદ આપવા વિશ્વ વંદનીય સંત પૂ.શ્રી મોરારીબાપુ, ચલાલા દાન મહારાજ જગ્યાના મહંત મહારાજ શ્રી વલકુબાપુ,લઘુમહંત શ્રી મહાવિરબાપુ, બાળલાલજી શ્રી પ્રયાગરાજજી, ઉપલેટા સ્થિત મોજ આશ્રમ મહંત મહારાજ શ્રી અખંડાનંદ સ્વામીજી, માનવ મંદિર મહંત શ્રી ભકિતરામ બાપુ, બોરસદ વાત્સલ્ય ઇન્ટરનેશનલ સ્કૂલના એમ.ડી.પૂ. શ્રી નિર્લેપસ્વામીજી, સાવરકંુડલા સ્વામિનારાયણ મંદિર કોઠારી પૂ. શ્રી બાલસ્વ રૂપસ્વામીજી, બાઢડા સનાતન આશ્રમ પૂ. શ્રી જયોતીમૈયા માતાજી, કાનાતળાવ શિવદરબાર આશ્રમના માતાજી પૂ. શ્રી ઉષૌયા, સણોસરા દાનબાપુ આશ્રમ  મહંતશ્રી નીરૂબાપુ, હોડાવાળી ખોડીયાર મોરંગી (રાજુલા) મહંત શ્રી શેષનારાયણગીરી બાપુ, વરસડાથી ૧૧૦ વર્ષની વય ધરાવતા આઇમા માતાજી પૂ. રાજબાઇમા તથા હોડાવાળી ખોડીયાર-મોરંગી (રાજુલા) મહંત શ્રી શેષનારાયણ ગીરી બાપુ સહિત અનેક સંતો- મહંતોની દિવ્ય ઉપસ્થિતીને કારણે સમગ્ર વાતાવરણ ધર્મમય બની રહયુ હતુ. સૂર્યોદય પેટ્રોલપંપ પરિવાર તથા સનરાઇઝ વિદ્યા સંકૂલ પરિવારના પ્રતાપભાઇ બી. ખુમાણ તથા હનુભાઇ બી. ખુમાણ ના બંને સુપુત્રોના શુભ લગ્નોત્સવ ની વિશેષતા ઉડીને આંખે વળગે એવી હતી અને એટલેજ સમાજીક દ્રષ્ટીએ આ નોખી ભાત પાડતો પારિવારિક પ્રસંગ, સમાજીક પ્રસંગ તરીકે પણ સમગ્ર પંથકમાં છવાઇ ગયો. આ કાઠી દરબાર ક્ષત્રીય પરિવારે પોતાના અંગત પારિવારીક પ્રસંગમા પણ સમાજને ઉપયોગી થવાનુ ભુલ્યા ન હતા. પ્રમાણીક, નિષ્ઠાવાન અને કડક પોલીસ ઇન્સ્પેકટર તરીકે છાપ લઇને નિવૃત થયેલા બી.એ.ખુમાણે વારસામા પોતાના સંતાનો ને સંસ્કારનો વારસો સોપેલ હોવાથી આ રાજવી પરિવારે પોતાના પારિવારિક પ્રસંગ મા આવેલ લગ્ન નો ચાંદલો પોતાના અંગત ઉપયોગમાં નહી લેતા આ તમામ રકમ નું શૈક્ષણિક ભંડોળ બનાવી આ રકમ નિરાધાર, વિધવા, ત્યકતા બહેનોના બાળકોના ઉચ્ચ અભ્યાસાર્થે વાપરવાનું નકિક કરેલ. આ ઉપરાંત લગ્નપ્રસંગે યોજાયેલા લોકડાયરામા આવેલ તમામ ઘોળ ની રકમ રાજુલા સ્થિત મોરંગી મુકામે આવેલ હોડાવાળી ખોડીયાર ગૈાશાળા ને અર્પણ કરવામાં આવશે. આ નિર્ણયો સમગ્ર સમાજને પ્રેરણાદાયી બની રહયા હતા. સૂર્યોદય પરિવાર ને આંગણે ઉજવાઇ ગયેલ આ લગ્નોત્સવમા સાંસદ નારણભાઇ કાછડીયા, ગુજરાત રાજયના કૃષીમંત્રી  વી.વી. વઘાસીયા, કેન્દ્રીય કૃષીમંત્રી  પુરૂષોતમ રૂપાલા, પૂર્વ કૃષીમંત્રી  ધીરૂભાઇ દુધવાળા, ભાજપ ઉમેદવાર કમલેશ કાનાણી, કોંગ્રેસ ઉમેદવાર પ્રતાપ દુધાત, અમરેલી જીલ્લા  ભાજપ પ્રમુખ હિરેન હિરપરા, માજી સાંસદ નવિનચંદ્ર રવાણી, ગુજરાત રાજય કાઠી ક્ષત્રીય સમાજના પ્રમુખ પ્રતાપભાઇ વરૂ, કાઠી-ક્ષત્રીય સમાજના અગ્રણી રાજુભાઇ શેખવા, સહિતના અનેક રાજકિય - સામાજીક આગેવાનો પારીવારીક અંગત સંબંધોના નાતે ખાસ ઉપસ્થિત રહયા હતા. પ્રતાપભાઇ ખુમાણ મો. ૯૮૯૮૭ ૭૩પ૧૬

(3:45 pm IST)