Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

મારૂતી પેટ્રોલીયમ-લતીપરનો મંગલ પ્રારંભ....

શુભેચ્છાઓનો ધોધ વરસ્યો : કંસારા-અણદાણી પરિવાર દ્વારા સ્વાગત

ધ્રોલ, તા. ૬ :  જામનગર જીલ્લાના લતીપર ખાતે મારૂતી પેટ્રોલીયમ-પેટ્રોલપંપનો પ્રારંભ કંસારા - અણદાણી પરિવાર દ્વારા કરાયો છે.

મારૂતી પેટ્રોલીંયમ લતીપરના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતના સુપ્રસિધ્ધ અકિલા સાંધ્ય દૈનિકના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા તથા જામનગર અકિલા બ્યુરો ચીફ શ્રી મુકુંદભાઇ બદીયાણી અકિલા દૈનિકના એજન્ટ અને જાણીતા પત્રકાર  હસમુખભાઇ કંસારા ધ્રોલ તથા લતીપરની વિશ્વ પ્રસિધ્ધ રાસ મંડળીના મોભી મહેન્દ્રભાઇ અણદાણી લતીપરને શુભેચ્છા પાઠવી ખુબ ખુબ પ્રગતિ કરો તેવી શુભેચ્છા સાથે આશિર્વચન પાઠવેલ.

રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ ડોકટર પંપના ચેરમેન પરસોતમભાઇ કમાણી તથા ફાલ્કન ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન હરસુખભાઇ સુવાગીયા તથા એમ.ડી. મહેતા એજયુ. ટ્રસ્ટના સેક્રેટરી પ્રિ.સુધાબેન ખંઢેરીયા, મારૂતી પેટ્રોલીયમના (લતીપર)ના ઉદ્ઘાટન પ્રસંગે શુભેચ્છા પાઠવવા ઉપસ્થિત રહેલ. ધ્રોલ-ટંકારા-લતીપરના વિશાળ સંખ્યામાં અગ્રણીઓ, વેપારીઓ, સગા-સંબંધીઓ આ પ્રસંગે શ્રી હસમુખભાઇ અને શ્રી મહેન્દ્રભાઇ પરિવારને શુભેચ્છા આપવા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

(1:02 pm IST)