Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017


ઓહોહો....આજે સૌરાષ્ટ્રમાં રૂપાલાની ૭ સભાઓ

રાજકોટ તા. ૬ : ભાજપના સ્ટાર પ્રચારકની યાદીમાં સ્થાન પામેેલા કેન્દ્રીય મંત્રી શ્રી પરસોતમ રૂપાલા શ્રેણીબધ્ધ ચૂંટણી સભાઓ ગજાવી રહ્યા છે.કાલે પ્રથમ ચરણનો જાહેર પ્રચાર બંધ થતા પૂર્વે આજે સૌરાષ્ટ્રમાં તેમની ૭ જાહેર સભાઓ યોજાયેલ છે. આજના દિવસે સૌરાષ્ટ્રમાં ભાજપના નેતાઓમાં સૌથી વધુ સભાઓ તેમની છે.

સવારે ૯ વાગ્યે જામજોધપુર, ૧૦.૪પ વાગ્યે ધ્રોલ ૧ર.૪પ વાગ્યે માળિયા, બપોરે ર.૧પ વાગ્યે માણાવદર ૪ વાગ્યે ભેંસાણ ૬ વાગ્યે બગસરા અને રાત્રે ૮ વાગ્યે જીમખાના મેદાન, જેતપુર ખાતે શ્રી રૂપાલા સંબોધન કરશે. તેઓ હેલીકોપ્ટર મારફત વીજળીક પ્રવાસ કરી રહ્યા છે.

 

(1:08 pm IST)