Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

ગઢડામાં પોણો ઇંચઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં બે દિ'એ સુર્યનારાયણના દર્શન

વાદળા વિખેરાતા ઠંડીમાં વધારોઃ ઝાપટાના કારણે પાકને નુકશાન

રાજકોટ, તા., ૬: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર 'ઓખી' વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. જો કે વાવાઝોડાના કરંટ રૂપે કાલે બોટાદ જીલ્લાના ગઢડામાં પોણો ઇંચ વરસાદ પડયો હતો. જયારે અન્યત્ર ઝાપટા વરસ્યા હતા.

આજે ત્રીજા દિવસે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સુર્યનારાયણના દર્શન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

આવા વાતાવરણ વચ્ચે ઠંડીમાં વધારો થયો છે અને માવઠાના કારણે પાકને નુકશાન થયું છે.     આજે સૌથી વધુ  ઠંડી કચ્છના નલીયામાં ૧ર.૬ ડીગ્રી રાજકોટ ૧૬.૮ ડીગ્રી તાપમાન નોંધાયું છે.

જુનાગઢ સહિત સોરઠમાં તીવ્ર ઠંડી

જુનાગઢઃ  ગઇકાલે જુનાગઢ શહેર અને જિલ્લામાં સવારે વરસાદ પડયા બાદ આખો દિવસ વરસાદી માહોલ રહયો હતો. રાત્રીના ઠંડો પવન ફુંકાયો હતો. વહેલી સવારે પ્રારંભમાં વાદળ છાયુ હવામાન રહયું હતું. બાદમાં સુર્યનારાયણના દર્શન થતા લોકોએ રાહત અનુભવી હતી.

કમોસમી વરસાદથી આજે પણ સોરઠ વિસ્તારમાં ઠંડીનું મોજુ યથાવત રહયું છે. લઘુતમ તાપમાન ૧૭.૮ ડીગ્રી રહયું હતું. પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૯ ટકા રહેતા ઠંડી વધુ ઘાતક બની હતી.

૭.૯ કી.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાવતા ઠંડીની અસર બેવડાઇ હતી. જુનાગઢના ગિરનાર અને દાતાર પર્વત પર બર્ફીલું વાતાવરણ પ્રવર્તે છે. સવારે પ્રવાસીઓની પાંખી અવર જવર રહી હતી.

ખંભાળીયા

ખંભાળીયાઃ આજે સવારથી પણ વાતાવરણના પલ્ટા સાથે કાતીલ ઠંડા પવનના સુસવાટા તથા આકાશમાં વાદળ છાયુ વાતાવરણ જોવા મળી રહયું છે અને આ માવઠા જેવા વાતાવરણથી રોગચાળાની ભીતી સેવાઇ રહી છે. જો કે ઓખી વાવાઝોડાની આહટ ટળતા તંત્ર અને પ્રજાજનો બન્નેએ હાશકારો અનુભવ્યો છે.

વઢવાણ

વઢવાણઃ ઝાલાવડમાં ખેડુતો સાથે જાણે કુદરત રૂઠી હોય તેમ અતિવૃષ્ટિ કેનાલ તુટતા નર્મદાના નીરના બેવડા નીરની પાકને મારની કળ વળી નથી ત્યાં ઓખીની ત્રીજી આફત આવતા જગતના તાતનો જીવ પડીકે બંધાઇ ગયો છે. સમગ્ર જિલ્લામાં છુટો છવાયો પડેલા વરસાદને લીધે ૧.ર૦ લાખ હેકટરમાં વાવેલા બીન પિયત કપાસ અને ૯૬ હજારથી વધુ રવિ પાકના વાવેતરને નુકશાન થવાના એંધાણ વર્તાઇ રહયા છે. ઓખી વાવાઝોડાના લીધે સુરેન્દ્રનગર જીલ્લાના વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો છે બે દિવસ વાદળ છાયુ વાતાવરણ વચ્ચે સુર્યનારાયણના દર્શન દુર્લભ બની ગયા હતા.

સુરેન્દ્રનગર વઢવાણ ધ્રાંગધ્રા, હળવદ, ચુડા, લીંબડી, મુળી, સહીતના પંથકમાં છુટો છવાયો વરસાદ થયો હતો. પરીણામે ખાસ કરીને જિલ્લામા વાવેલા ૧ર૦ લાખના બિન પીયત કપાસના પાકમાં રૂ પલળી જવાથી નુકશાન થવાની શકયતા છે.

અમરેલી

અમરેલી : ઓખીના પગલે અમરેલી જીલ્લામાં હાઇએલર્ટ જાહેર કરાતા જાફરાબાદ અભયજનક સિગ્નલ લગાવાયું હતું અને માછીમારોની બોર પરત આવી હતી દરિયામાં ફસાયેલાઓને બચાવા ધારાસભ્ય હિરાભાઇ સોલંકીએ હેલીકોપ્ટરની મદદ આપી હતી. દરમિયાન દિવસભર ઠંડુગાર વાતાવરણ વચ્ચે પવન ફુકાઇ ખેડૂતો અને છુટાછવાયા વરસાદના છાંટા પડ્યા હતા.

ઓખીને કારણે અમિત શાહની જાહેર સભા દર કરવામાં આવી હતી. શહેરમાં અનેક સામાજીક કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.

ગઇકાલ રાતના ઠંઠા પવને  રોડ સુમસામ બનાવી  દીધા હતા. દિવસભર ધાબડીયું વાતાવરણ રહ્યું હતું આજે સવારે પણ અસર જોવા મળી હતી જો કે સૂર્યનારયણના દર્શન પણ દુલભ થયા હતા. ઠંડા પવનની લહેર યથાવત રહી હતી. પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કર્યાની સાથે જીલ્લાના યાર્ડ પણ બંધ રહ્યા હતા. રાત્રે શહેરમાં રીક્ષા ફેરવી લોકોને એલર્ટ રહેવા જાણ કરાતી હતી.

મોરબી

મોરબી : રાજયભરમાં ઓખી વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. જેમાં આજે મોરબી જીલ્લામાં હળવદ, ટંકારા, વાંકાનેર વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ શરુ થયો છે. જેમાં કોઈ સ્થળોએ છાંટા પડ્યા હતા. આ કમોસમી વરસાદને પગલે મોરબી જીલ્લામાં રવિપાકને નુકશાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે આ અંગે મોરબી જીલ્લા ખેતીવાડી અધિકારી બી.ડી.ગજેરા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હાલ મોરબી જીલ્લામાં શિયાળુ પાક તરીકે ઘઉં, ચણા અને જીરું જેવા પાકની ખેતી થતી હોય છે. જેમાં સૌથી વધુ ઘઉં અને જીરાનું ઉત્પાદન વધુ જોવા મળે છે. ઓખી વાવાઝોડાની અસરથી એકાએક થયેલો વાતાવરણના પલટાથી સમગ્ર મોરબી જીલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. આવા વાતાવરણમાં ખેતીવાડીમાં સાવચેતીના ભાગરૂપે દ્યઉંના પાકને ખાસ કાઈ નુકશાન થઇ શકે તેમ નથી, પરંતુ જીરુંના પાકનું ધ્યાન રાખવું ખુબ જરૂરી બની રહેશે. અને હવામાનમાં આવેલો પલટો રવિપાકને અસર કરી સકે છે તેમ જણાવી રહ્યા છે.

મોરબી-માળિયાની ૧૭ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય

મોરબી : ઓખી વાવાઝોડાની અસરને પગલે મંગળવારે સવારથી સૌરાષ્ટ્રની સાથે મોરબીમાં પણ વરસાદી માહોલ અને છુટાછવાયા વરસાદી છાંટા પણ પડ્યા હતા તેમજ હવામાન ખરાબ રહેવાથી મોરબી અને માળિયાના દરિયાકાંઠા વિસ્તારમાં અભ્યાસ કરતા બાળકોની સલામતી માટે મોરબી જીલ્લા કલેકટર દ્વારા ૧૭ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મોરબી જીલ્લા કલેકટર આઈ.કે.પટેલ દ્વારા મોરબી અને માળિયાની દરિયાકાંઠા વિસ્તારમાં આવતા ગામોની સરકારી શાળામાં બુધવારે શિક્ષણ કાર્ય બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં મોરબીની ઊંટબેટ, ફાટસર, રામપર, રાજપર અને ઝીન્ઝુંડાની શાળાઓ બંધ રહેશે તેમજ માળિયાની લવણપુર, વર્ષામેડી, વવાણીયા, બોડકી, મંદરકી, જાજાસર, હરીપર, બગસરા, ભાવપર, લક્ષ્મીવાસ એમ મોરબીના પાંચ અને માળિયાની ૧૨ મળીને કુલ ૧૭ સરકારી શાળાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. તે ઉપરાંત જીલ્લાની દરેક શાળાના સ્ટાફને પણ સાવચેતી માટેની સૂચનાઓ આપવામાં આવી હોવાનું જીલ્લા કલેકટર જણાવી રહ્યા છે.

આજે સવાર સુધીમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં પડેલ વરસાદના ર૪ કલાકના આંકડા નીચે મુજબ છે.

બોટાદ

 

બોટાદ

ર મીમી

ગઢડા

૧૮ મીમી

બરવાળા

૩ મીમી

રાણપુર

ર મીમી

કચ્છ

 

તડકો

મીમી

ભાવનગર

૪ મીમી

ઘોઘા

પ મીમી

શિહોર

૩ મીમી

અમરેલી

 

બાબરા

ર મીમી

સાવરકુંડલા

૬ મીમી

વડિયા

૩ મીમી

બગસરા

૪ મીમી

ખાંભા

૭ મીમી

ધારી

ર મીમી

જાફરાબાદ

૩ મીમી

લાઠી

૪ મીમી

અમરેલી

ર મીમી

સુરેન્દ્રનગર

 

વઢવાણ

૪ મીમી

ચુડા

પ મીમી

ચોટીલા

પ મીમી

મોરબી

 

માળીયા મિંયાણા

૧ મીમી

મોરબી

ર મીમી

ટંકારા

ર મીમી

વાંકાનેર

૧ મીમી

ગીર સોમનાથ

 

વેરાવળ

૮ મીમી

તાલાળા

૧ મીમી

કોડીનાર

ર મીમી

ઉના

૬ મીમી

ગીરગઢડા

ર મીમી

 

(12:04 pm IST)