Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

ઘોઘાના દરિયામાં ૩ મીટરે ઉછળતા મોજા

દહેજની ફેરી સર્વિસ બંધઃ ફલાવો રદ

ભાવનગર તા. ૬ : આજે બુધવારે પણ ભાવનગર શહેર જીલ્લામાં કાંતિલ ઠંડા પવનો શરૂ રહ્યા છે. માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરવામાં આવી છે. દિવસભર ર૮ કિ.મી.ની ઝડપે તીવ્ર ઝડપે ટાઢાબોળ પવન ફુકાતા ભાવનગર શીતાગારમાં ફેરવાયુ હતું. અને જનજીવનને વ્યાપક અસર થઇ હતી.

બદલાયેલા વાતાવરણમાં ભાવનગરમાં સવાકલાક ટ્રેન મોડી પડી હતી. જયારે એર ઇન્ડિયાની ભાવનગર-મુંબઇ વચ્ચે ચાલતી ફલાઇટ કેન્સર કરવામાં આવી છે. સુરત-ભાવનગર વચ્ચે ચાલતી વેન્યુરાની ફાઇટ પણ બંધ કરવામાં આવી હતી. એસ.ટી.ને પણ ભારે અસર થઇ છે.

ભાવનગરમાં ઘોઘાના દરિયા કાંઠે ૩ મીટર ઉંચા મોજા ઉછળ્યા હતા તંત્ર દ્વારા સાવચેતીના સતત પગલા ભરાયા છે.

 

(12:01 pm IST)