Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

માઢવડ બંદરે ત્રણ મકાનો ધરાશયી

કોડીનાર તા. ૬ : ઓખી વાવાઝોડુ દરીયા કાંઠે ત્રાટકવાની દેહશત વચ્ચે કોડીનારના માઢવડ બંદરે ઓખી ચક્રાવતની અસર વચ્ચે દરીયો ભારે તોફાની બનતા દરીયામાં રાક્ષસી મોજા ઉછળી રહ્યા છે. ત્યારે માઢવડ બંદરે દરીયાઇ પાણી સતત વધી રહ્યું હોય, મધરાત્રીના ભરતીના સમયે દરીયાઇ પાણી ગામમાં ઘુસવાની ભીતી વચ્ચે જો તંત્ર કોઇ પગલા નહી ભરે તો માઢવડ ગામ દરીયાઇ પાણીમાં ગરડાવ થઇ જવાની અશંકા ગામના અગ્રણીઓએ વ્યકત કરી છે. દરીયા કાંઠે આટલી ખરાબ પરિસ્થિતિ હોવા છતા તંત્ર દ્વારા માઢવડ બંદરે કોઇ જાણ કરવામાં આવી ન હોવાનું ગામ લોકોએ જણાવ્યું હતું.

જયારે ઓખી વાવાઝોડાની અસરના લીધે માઢવડ બંદરે ભારે પવન ફુકાતા દરીયા કાંઠે આવેલા વાંજા મયુર સોલંકી, રામજી ભગવાન અને રમેશડીલકીના ત્રણ મકાનો ધરાશય થતા કાઠા વિસ્તારના લોકોમાં ભારે ફફડટા ફેલાયો છે.

માઢવડ બંદરે ભારે પવનના કારણે ૩ મકાનો ધરાશાયી થવાની ઘટનામાં સદનસીબે કોઇ જાન માલની નુકસાની ન થતા ગામજનોએ રાહતનો શ્વાસ લીધો છ.ે

આ બનાવ બાદ ખારવા સમાજ દ્વારા માઢવડ દરીયાઇ કાંઠે રહેતા પરીવારોનું વંડીમાં સ્થળાંતર કરાયું હતું. તેમજ લોકોની ભરતીના સમયે સાવચેત રહેવા જણાવ્યું હતું ત્યારે આટલી મોટી કુદરતી આહંતનો સંભાવના વચ્ચે તંત્રની ઘોર બેદરકારી વચ્ચે માઢવડ બંદરના લોકો ભગવાન ભરોસો ઓખી વાવાઝોડા સામે ઝીક ઝીલી રહ્યા જેવો ઘાટ સર્જાયો છ.ે

કોડીનાર - ઘાંટવડ રોડ ઉપર વૃક્ષ પડયા

કોડીનાર તાલુકામાં ઓખી વાવાઝોડાની અસરના કારણે ભારે પવન ફુકાઇ રહ્યો હોય કોડીનાર-ઘાંટવડ રોડ ઉપર આવેલ ઠેરઠેર નજર ભુતળાબાપાના મંદિર પાસે ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાઇ થઇ જતા થોડોક સમય ટ્રાફીક ખોરવાયો હતો.

(11:58 am IST)