Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

હળવદનાં વેગડવાવનાં યુવકના લગ્નની કંકોત્રીમાં મતદાન જાગૃતિ સ્વચ્છતાનો સંદેશ

હળવદ તા. ૬ :.. વિધાનસભાની ચૂંટણીમાં મતદાન વધુ થાય એ માટે ચૂંટણીપંચ, સરકાર, સામાજીક સંસ્થાઓ વ્યાપક પ્રમાણમાં પ્રયત્નો કરે છે  પણ લગ્નની કંકોત્રીમાં મતદાન જાગૃતીની વાત કહેવામાં આવેતો એ એક વિશેષ ધ્યાનકર્ષક બાબત બની રહે છે.

હળવદ તાલુકાના વેગડવાવ ગામમાં રહેતા રવજીભાઇ ભુરાભાઇ ચાવડાના ના પુત્ર મેહુલભાઇના તા. ૧૦ મી ડીસેમ્બરના રોજ લગ્ન છે. એન્જીનીયરીંગ પુરૂ કરી ચુકેલ મેહુલભાઇ ના લગ્ન ની કંકોત્રીમાં તા. ૯ મી તારીખે યોજાનારી ચૂંટણીમાં અચુક મતદાન કરવા અપીલ કરવમાં આવી છે.

સ્વચ્છ ભારત અભિયાનને પણ મહત્વ આપતા સ્વચ્છતા અભિયાનનો લોગો કંકોત્રી માં મુકવામાં આવ્યો છે. મેહુલભાઇ કોલેજના સમયમાં પણ તેઓ મિત્રો સાથે મળી લોક જાગૃતિના અને સેવાકીય કાર્યક્રમો કરતા હતા તે આજે પણ ચાલુ રાખ્યા છે.

તેઓ સ્વચ્છ ભારત અભિયાનથી ખૂબ પ્રભાવીત થયા છે અને સફાઇ મહત્વ સમજે અને સમજાવી રહ્યા છે.

(11:56 am IST)