Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

જસદણઃ રૂ. ર૦ લાખનો ચેક પાછો ફરતા આરોપીને હાજર થવા આદેશ

જસદણ, તા. ૬ : જસદણ આનંદ ધામ પાર્કમાં રહેતા દિલીપભાઇ ગોવિંદભાઇ ચાવે ર૦ લાખના ચેક રીટર્નની ફરીયાદ રાજકોટના નિલેશભાઇ ઉર્ફે મુન્નાભાઇ બાબભાઇ રાજા વૈભવ ભગવતી પર્સવાલા સામે દાખલ કરેલ છે.

ફરીયાદની હકીકત એવી છે કે ફરીયાદી દિલીપભાઇએ આરોપી નિલેશભાઇ રાજાના મિત્ર થતાં હોય, અને વર્ષોથી તેમને ઓળખતા હોય, નિલેશભાઇને રૂ. ર૦ લાખ પુરા તેને માલ સામાન ખરીદવા આપેલા અને નિલેશભાઇએ ફરીયાદી દિલીપભાઇને વીસ લાખનો ચેક તા. રપ-૧૦-૧૭નો આપેલો જે બેંકમાં જમા કરાવતા એકાઉન્ટ કલોઝના શેરા સાથે પરત ફરતા ફરીયાદીએ તેમના વકીલ શ્રી એમ.ડી. રાઠોડ મારફત નોટીસ આપેલ.

આ નોટીસનો ઉડાવ જવાબ આપતા ફરીયાદીને ર૦ લાખ રૂ. ન આપતા ફરીયાદીએ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબ નિલેશભાઇ રાજા રાજકોટ વાળા સામે જસદણ કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ છે. જસદણ કોર્ટે આરોપીને હાજર થવા માટે નોટીસ ઇસ્યુ કરેલ છે.

આરોપીને કોર્ટે હાજર થવા નોટીસ ઇસ્યુક રેલ છે. ફરીયાદીના એડવોકેટ તરીકે શ્રી એન.ડી. રાઠોડ તથા વિજય પરમાર રોકાયા હતાં.

(7:47 pm IST)