Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

જામનગરમાં આરંભડીયા પરિવાર દ્વારા શ્રીરામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞનુ આયોજન

વ્યાસાસને દિલીપભાઇ પંડયાઃ વિવિધ ધાર્મિક કાર્યક્રમો

જામનગર  તા.૬: આરંભડીયા પરિવાર દ્વારા તા.૨૨થી ૩૦ સુધી શ્રી બરડાઇ બોર્ડીંગ કૃષ્ણનગર મેઇન રોડ-૧ જામનગર ખાતે બરડાઇ બ્રહ્મ સમાજ જ્ઞાતિ સમાજ દ્વારા દરરોજ સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ તથા બપોરના ૩ થી ૬ સુધી શાસ્ત્રી દિલીપભાઇ પંડયાના વ્યાસાસને શ્રીરામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયુ છે.

જે અંતર્ગત તા.રરને શુક્રવારે સવારે ૮ થી ૧૧.૩૦ સુધી મુખ્ય આચાર્યપદે જગદીશભાઇ આચાર્ય ગણેશ યાગ કરાવશે. તા.રરને બપોરે ર વાગ્યે શ્રીરામ ચરિત માનસ પોથી યાત્રા તા. ૨૩ને શનિવારે સાંજે ૪ વાગ્યે શ્રી શિવપાર્વતી વિવાહ, તા.૨૪ને રવિવારે સાંજે પ વાગ્યે શ્રીરામ જન્મ, તા.૨૫ને સોમવારે સાંજે ૬ વાગ્યે શ્રી સીતા-રામ વિવાહ તા. ૨૮ને ગુરૂવારે શ્રી ભરત મિલાપ, તા. ૨૯ને શુક્રવારે રાત્રે ૧૦ વાગ્યાથી આદિત્યાણાવાળા ભીમાભાઇ ઓડેદરાની રાસ મંડળીનો કાર્યક્રમ તથા તા. ૩૦ને શનિવારે પુર્ણાહુતી યજ્ઞ-હુંડી કથા સાર સવારે ૧૦ થી ૧ દરમિયાન રજુ કરાશે.

મહાપ્રસાદનુ દરરોજ બપોરે ૧ વાગ્યે અને સાંજે ૭ વાગ્યે આયોજન કરાયુ છે.

સ્વ.કાંતિલાલ શિવલાલ આરંભડીયા, ગં.સ્વ.સુશીલાબેન કાન્તિલાલ આરંભડીયાના પૌત્ર તથા દિલીપ, આરંભડિયા અને રક્ષાબેનના પુત્રો ચિ.રાધે અને ચિ.શ્યામના યજ્ઞોપવિતવિધિ તા. ૨૩ને શનિવારે રાખેલ છે.

 તા.૨૬ને મંગળવારે શ્રી રાંદલ માતાજીના ૧૦૮ લોટાનુ આયોજન જગદીશભાઇ આચાર્યપદે રાખેલ છે. જવયારે બારોટજી હિતેષભાઇ ચંદુભાઇ બારોટ (ધોરાજી) દ્વારા નામકરણ સંસ્કારવિધિ કરાશે.

તા. ૨૩ને શનિવારે સવારે ૭ થી ૧૦ અને તા. ૨૪ને રવિવારે સવારે ૬ થી ૧૦ શ્રી શુકલ યજુર્વેદ સંહિતા પારાયણ આચાર્યગણ ગોડસે ગુરૂજી પરિવાર રજુ કરશે.

તા.૨૬ને મંગળવારે ભાવપરા, મહેશ ગ્રુપ દ્વારા મણિયારો, ઢાલ તલવારની પટ્ટાબાજી અને રાસની રમઝટ રાત્રે ૮ થી ૧૧ દરમિયાન રજુ કરાશે.

તા.૨૮ને ગુરૂવારે બપોરના ર થી રાત્રીના ૯ સુધી લોકસાહિત્ય કાર્યક્રમ અનુદાન ગઢવી, ગોવિંદભાઇ પાલીયા, જીતુદાન ગવી, કિરીટદાન ગઢવી રજૂ કરશે.

કથા દરમિયાન સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક તથા સંતો પૂ.ઇન્દ્રભારથીબાપુ, પૂ.શેરનાથબાપુ નિરંજનભાઇ પંડયા, બ્રહ્મમુનીબાપુ, જયશ્રીદાસમાતાજી સહિતના સંતો ઉપસ્થિત રહેશે.

લાભ લેવા સ્વ.કાંન્તિલાલ શિવલાલ આરંભડીયા, ગં.સ્વ.સુશીલાબેન કાંન્તિલાલ આરંભડીયા પરિવારના નીતીનભાઇ આરંભડીયા તથા પરિવારે આમંત્રણ પાઠવ્યુ છે.

(1:10 pm IST)