Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

વિસાવદર તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ છાત્ર હુમલાના વિરોધમાં આવેદન

વિસાવદર :- તાલુકા સમસ્ત બ્રહમસમાજ તથા અન્ય સમાજ દ્રારા  તાજેતરમાં  રાજકોટ ખાતે રાજકોટ વિધાનસભાની ચુંટણી લડતા અને બ્રહમસમાજના લડાયક આગેવાન અને ચુસ્તબ્રહમવાદી ઇન્દ્રનિલભાઇ રાજયગુરૂની સામે ચુંટણી લડતા ઉમેદવારના ટેકેદારો તથા માણસો દ્રારા  ઇન્દ્રનિલભાઇ રાજયગુરૂના ભાઇ દિવ્યનિલ રાજયગુરૂ (દિપુભાઇ) દ્રારા રાજકોટમા ચુંટણી લડતા ઇન્દ્રનિલભાઇના પોસ્ટરો ઉતારી ત્યા ભાજપના પોસ્ટરો લગાડતા હોય તે સબંધે રજુઆત કરતા હરીફ ઉમેદવારના માણસો દ્રારા રાત્રીના સમયે દિવ્યનિલભાઇ રાજયગુરૂ ઉપર જીવલેણ ઘાતક હુમલો કરતા તેમને રાજકોટની હોસ્પીટલમા઼ ખસેડવામા આવેલ હતા અને ત્યાર બાદ તેઓની તબિયત વધુ બગડતા તેમને તાત્કાલિક અમદાવાદ સારવારમા ખસેડેલ છે અને આ સબંધેની રજુઆત કરવા ગયેલા કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનિલભાઇ તથા પાટીદાર સમાજના આગેવાન તથા ઉમેદવાર મિતુલ દોંગા સહીતના કોંગી કાર્યકરો ઉપર હરીફ ઉમેદવાર તથા પોલીસ દ્રારા લાકડીઓ વરસાવી લોકશાહીને દબાવવા જે હીન પ્રયાસ કરવામાં આવેલ છે તેને વિસાવદર તાલુકા સમસ્ત બ્રહમસમાજ તથા અન્ય સમાજ દ્રારા સખત શબ્દોમાં વખોડી કાઢવામા આવે છે અને ચુંટણી સામાપક્ષને ધાક ધમકીથી કે ગુંડાગીરીથી દબાવી દેવાની માનસીકતા સામે આ આવેદનપત્ર આપવામા આવેલ છે અને ગુન્હેગારોેને તાત્કાલીક અસરથી પકડી કડક કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવેલ છે. (તસ્વીર -અહેવાલ-યાસ્તન બ્લોચ વિસાવદર)

(11:51 am IST)