Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

શ્રી રણછોડદાસજી બાપુની તપસ્થલી શ્રી ઉજડખેડા હનુમાનજી મંદિરે રવિવારે હનુમાન અષ્ટમી ઉજવાશે

રાજકોટ તા. ૬ : સદ્દગુરૂ શ્રી રણછોડદાસજી બાપુની તપસ્થલી શ્રી ઉજડખેડા હનુમાનજી મંદિરમાં તા. ૧૦ ના રવિવારે શ્રી હનુમાન અષ્ટમીનું આયોજન કરાયુ છે. સર્વે ગુરૂ ભાઇ બહેનો ધર્મપ્રેમીઓને પધારવા જાહેર નિમંત્રણ પાઠવાયુ છે.

ઉજજૈનમાં ક્ષિપ્રા નદીથી લગભગ ૩ કિ.મી. દુર બડનગર રોડ પર આવેલ આ હનુમાનજી મંદિરમાં શ્રી રણછોડદાસજી બાપુએ આકરી તપશ્ચર્યા કરી હતી. તેઓએ પોતાના હસ્તલિખિત રામાયણજી અને પોતાનું જીવનીનું ગ્રંથ ભુમિમાં પધરાવ્યુ હતુ. જે જગ્યાએ તેઓશ્રીના મંદિરનું નિર્માણ કરાયું છે. અહીં સદ્દગુરૂદેવે શ્રી હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. જેના ઉત્સવમાં ઘણા ગુરૂભાઇઓ અને બહેનો સામેલ થયા હતા. (પૂ. ગુરૂ બહેન ડો. ઉષાબેન એસ. દેસાઇની પુસ્તક મધ્યપ્રદેશ કે નેત્રયજ્ઞ પૃષ્ઠ ક. મુજબ)

એજ રીતે પુ. ગુરૂબેન કુમુદિનીબેન પજવાણીની પુસ્તક સિધ્ધિ સદ્દગુરૂ શ્રી રણછોડદાસજી મહારાજ શ્રી ગુરૂદેવ કી સન્નિધિમેં ના પંચમ ભાગની ગુજરાતી આવૃત્તિના પૃષ્ઠ ક્ર. ૪૬૮ માં સિધ્ધ હનુમાનજી શિર્ષકમાં આ સ્થાનનો ઉલ્લેખ છે.) અહીયા નિત્ય આરતી, પૂજન, અભિષેક, રાજભોગ, ચોલા સમારોહ અને દર મંગળવાર અને શનિવારે સુંદરકાંડ વગેરે કાર્યક્રમોનું આયોજન થાય છે.

મંદિરનું સંચાલન શ્રી રામદાસ હનુમાનજી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. ટ્રસ્ટી શ્રી ગોવર્ધનભાઇ ઉપાધ્યાય નિષ્ઠાપુર્વક સેવા બજાવી રહ્યા છે. તેમ આશીષ જયકુમાર પુજારા (ઉજૈન) એ વિગતો આપતા જણાવલ હોવાનું મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯) ની યાદીમાં જણાવાયુ છે.

(12:16 pm IST)