Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

ખેલ મહાકુંભમાં ભાવનગરના શ્રવણમંદ બાળકોની ઝળહળતી સિદ્ધિ

ભાવનગર : ગુજરાત સરકાર દ્વારા આયોજીત ખેલ મહાકુંભ-ર૦૧૭ અમદાવાદ ખાતે યોજાય ગયેલ. જેમાં ખી.લ. બહેરા મુંગા શાળાના ૬ર વિદ્યાર્થીઓએ વિવિધ રમતો જેવી કે ચેસ, વોલીબોલ, એથ્લેટીક (દોડ)માં ભાગ લીધેલ અને ૪ર વિદ્યાર્થીઓ વિજેતા થયેલ. જેમાં ચેસમાં જેનિશ પોપટ દ્વિતિય નંબરે સિલ્વરઅને મીત ચોલેરા તૃતિય નંબરે બ્રોન્ઝ મેડલ મેળવેલ. વોલીબોલ સ્પર્ધામાં તૃતિય નંબરે ર૬ બ્રોન્ઝ મેડલ મેળવેલ. દોડમાં પ્રથમ નંબરે પ્રભા સોલંકીએ ગોલ્ડ મેડલ, લાંબી કૂદમાં પ્રથમ નંબરે પારૂલ ચુડાસમાએ ગોલ્ડ મેડલ, બચ્છી ફેંકમાં દ્વિતિય નંબરે પારૂલ ચુડાસમાએ સિલ્વર મેડલ તેમજ રિલે દોડમાં દ્વિતિય નંબરે ૪ સિલ્વર મેડલ તથા ૭ બ્રોન્ઝ મેડલ મેળવેલ. કોચિંગ સંદીપભાઇ ગોસ્વામીએ કરેલ. જયારે ટીમ મેનેજર તરીકે રાજેન્દ્રભાઇ પરમાર, ગજાનંદભાઇ ભટ્ટ તથા ફાલ્ગુનીબેન મકવાણા ગયેલ.

(11:44 am IST)