Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

પોરબંદર વિધાનસભાની બેઠક માટે કુલ ૨૩૮ મતદાન મથકો એક જ સ્થળે ૪થી વધારે મતદાન બુથ હોય તેવા ૧૩ મતદાન મથકો

પોરબંદર તા.૫ : સમગ્ર રાજયમાં આગામી વિધાનસભાની ચુંટણીની તૈયારી અંતિમ તબકકામાં છે અને મતદારોમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે ત્યારે સમગ્ર પોરબંદર જિલ્લાચુંટણી તંત્ર ચુંટણી સુચારૂ રીતે કરાવવા કટીબધ્ધ બનેલ છે જે અન્વયે ૮૩-પોરબંદર વિધાનસભાની બેઠક માટે કુલ ૨૩૮ મતદાન કેન્દ્રો છે જે અન્વયે ૧૩ જેટલા મતદાન મથકો ખાતે ૪(ચાર)થી વધારે મતદાન કેન્દ્ર રાખવામાં આવેલ છે.

જેમાં બખરાલા કન્યા શાળા ખાતે બુથ નં. ૭૮, ૭૯, ૮૦ અને ૮૧ આમ ૪ (ચાર) બુથ, બોખીરા કન્યા શાળા ખાતે બુથ નં. ૯૯, ૧૦૦, ૧૦૧, અને ૧૦૨ કુલ ૪(ચાર) કેન્દ્ર, બોખીરા કુમાર શાળા ખાતે ૧૦૪,૧૦૫,૧૦૬ અને ૧૦૭ આમ ૪ (ચાર) કેન્દ્ર, મ્યુનિસીપાલટી કચેરી ખાતે ૧૨૬, ૧૨૭, ૧૨૯ અને ૧૩૦ આમ ૪ (ચાર) કેન્દ્ર, બ્રાંચશાળા ખાતે ૧૩૧, ૧૩૨, ૧૩૩ અને ૧૩૪ આમ ૪ (ચાર) કેન્દ્ર,  મ્યુનિસિપલ અંગ્રેજી માધ્યમની શાળા ખાતે ૫ (પાચ) મતદાન કેન્દ્ર રાખેલ છે. જેમાં ૧૩૫, ૧૩૬, ૧૩૭, ૧૩૮ અને ૧૪૦નો સમાવેશ થાય છે જયારે વી.જે. મદ્રેસા કુમાર હાઇસ્કૂલ ખાતે ૪ (ચાર) મતદાન કેન્દ્ર રાખેલ છે જેમાં૧૪૩, ૧૪૪, ૧૪૫, ૧૪૬નો સમાવેશ થાય છે. વી.કે.ઠકકર મેમોરીયલ શાળામાં પણ ૧૬૬, ૧૬૭, ૧૬૮, અને ૧૭૦ નંબરનાં મતદાન કેન્દ્ર ૪(ચાર)નો સમાવેશ થાય છે.

પોરબંદર ખાતે વી.જે.મદ્રેસા કન્યા શાળા ખાતે ૫ (પાંચ) મતદાન બુથ રાખેલ છે જેમાં ૧૭૯, ૧૮૪, ૧૮૫, ૧૮૬, ૧૮૭ નો સમાવેશ થાય છે જયારે કામદાર કલ્યાણ કેન્દ્ર ખાતે ૧૯૦, ૧૯૧, ૧૯૨ અને ૧૯૩ નંબરનાં ૪(ચાર) મતદાન કેન્દ્ર રાખેલ છે અને કડીયા પ્લોટ પ્રાથમિક શાળામાં પણ ૬ (છ) મતદાન કેન્દ્ર રાખેલ છે જેમાં ૧૯૪, ૧૯૭, ૧૯૮, ૧૯૯, ૨૦૦ અને ૨૦૧નો સમાવેશ થાય છે જયારે નરસંગ ટેકરી પ્રાથમિક શાળા ખાતે ૨૧૭, ૨૧૮, ૨૧૯ અને ૨૨૦ નંબરનાં ૪(ચાર) મતદાન કેન્દ્ર,  રાખેલ છે તેમજ શહેરની તાલુકા શાળા ખાતે  પણ ૪ (ચાર) ક્રમાંક નં. ૨૦૮, ૨૧૧, ૨૧૨ અને ૨૧૩ મતદાન કેન્દ્ર રાખેલ છે તેમ જિલ્લા ચૂંટણી તંત્ર પોરબંદરે જણાવ્યુ છે.

કુતિયાણા વિધાનસભાની બેઠક માટે ૩ તાલુકાનાં ૧૯૯૦૪૫ મતદારો

પોરબંદર જિલ્લામાં ૨ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે જેમાં ૮૪-કુતિયાણા વિધાનસભાની બેઠક માટે કુલ ૨૨૮ મતદાન કેન્દ્રો છે જેમાં ત્રણ તાલુકાનાં ૧૯૯૦૪૫ મતદારો પોતાનાં મતાધિકારનો ઉપયોગ તા. ૯/૧૨નાં રોજ કરશે આ કુલ મતદારોમાં પુરૂષ મતદારો ૧૦૫૦૭૨ અને મહિલા મતદારો ૯૩૯૭૩નો સમાવેશ થાય છે.

આપણે તાલુકા પ્રમાણે મતદાર જોઇએ  આ બેઠક માટે પોરબંદર તાલુકાનાં કુલ ૫૮૦૩૮ મતદારો પૈકી પુરૂષ મતદારો ૩૦૬૫૦ અને મહિલા મતદારો ૨૭૩૮૮ નો સમાવેશ થાય છે અને રાણાવાવ તાલુકાનાં કુલ મતદારો ૭૫૯૧૯ છે જેમાં ૪૦૨૨૦ પુરૂષ અને ૩૫૬૯૯ મહિલા મતદારો છે તેમજ જિલ્લાનાં કુતિયાણા તાલુકાનાં ૬૫૦૮૮ મતદારો પૈકી ૩૪૨૦૨ પુરૂષ મતદાર અને ૩૦૮૮૬ મહિલા મતદારનો સમાવેશ થાય છે તેમ જિલ્લા ચૂંટણી તંત્ર પોરબંદરે જણાવ્યુ છે.

(11:44 am IST)