Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

ભાવનગરમાં પ્રભારામ સાહેબના વરસી ઉત્સવની પૂર્ણાહુતિએ પાલખીયાત્રા ફરી

રાત્રે લંગર-પ્રસાદ, ભજન-કથા-કિર્તન કવાલીને સિંધી ભાષામાં રજૂ કરશે દિલીપ-ગોરધનની જુગલ જોડી

ભાવનગર, તા. ૬ : અહીંયા સિન્ધુનગરમાં સમસ્ત સિન્ધી સમાજ દ્વારા સંત શ્રી પ્રભારામ સાહેબના ૭૬મા વરસી ઉત્સવની પૂર્ણાહુતીએ સાધુ સંતોની પાલખી યાત્રા સવારે સમગ્ર વિસ્તારમાં ફરી હતી. જયાં સાંજે ૪ કલાકે અખંડ પાઠ સાહેબની પૂર્ણાહુતિ બાદ રાત્રે ૮ કલાક ધર્મપ્રેમી સાદસંગત માટે લંગર પ્રસાદ (ભંડારો) યોજાનાર છે.

આ પ્રસંગે રાત્રે ૧૦ કલાકેથી કટની (એમ.પી.)ના ભજનીક દિલીપ-ગોરધન (જુગલ જોડી) બાલક મંડળી વાળાનો પ્રોગ્રામ શરૂ થયા બાદ આખીરાત પોતાની આગળી શ્રેણીમાં ભજનો-કથા-કીર્તન કવાલી સિન્ધી ભાષામાં ર્સ્વણ કરાવશે. જીલ્લા સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ બહોળી સંખ્યામાં ઉમટી પડયા હોવાથી સિન્ધનગર ધર્મના રંગે રંગાઇ જવા પામ્યું છે. ધર્મોત્સવને સફળ બનાવવા સ્વામી પ્રભારામ મંદિર ટ્રસ્ટના હોદેદારો, સેવાભાવી કાર્યકરો જહેમતશીલ છે.

(12:16 pm IST)