Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

ગીર સોમનાથ જીલ્લામાં કર્મચારીઓ દ્વારા મતદાન

 પ્રભાસ પાટણ : ગીર સોમનાથ જીલ્લામાં આગામી ચૂંટણી દરમ્યાન ચૂંટણી સબબ ફરજમાં રોકાયેલા પોલીસ હોમગાર્ડ જવાનો એસ. ટી. વિભાગના કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરી પોતાની પવિત્ર ફરજ અદા કરી હતી. જિલ્લા-ચૂંટણી તંત્ર દ્વારા ચાર વિધાનસભાની ચુંટણીની ફરજ દરમ્યાન કોઇ કર્મચારી મતદાનથી વંછીત ન રહે આ માટે ચારેય વિધાનસભાની બેઠકની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આજે મણીબેન કોટક હાઇસ્કુલમાં બેલેટથી મતદાન વ્યવસ્થા કરવામાં આવેલ જેમાં કર્મચારીઓએ મતદાનનો ઉપયોગ કરેલ હતો. વેરાવળ, ઉના, તાલાલા અને કોડીનાર ખાતે પણ પોસ્ટલ બેલેટથી મતદાનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. મતદાન કરવા આવેલ કર્મચારીઓએ ચૂંટણી મતદાન વ્યવસ્થા માટે સંતોષ વ્યકત કરેલ હતો.

(5:40 pm IST)