Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

જામકડોરણાના રામપર ગામે રહેણાંક મકાનમાં 25 હજારના મૂદામાલની ચોરીની ફરીયાદ : પોલીસ તપાસનો ધમધમાટ .

 ધોરાજી:જામકડોરણાના રામપર ગામે રહેણાંક મકાન માં 25 હજાર ના મૂદામાલ ની ચોરી ની ફરીયાદ નોંધાતાં પોલીસે વધૂ તપાસ હાથ ધરી છે
   આ અંગે જાણવા મળેલ માહીતી મૂજબ જામકડોરણાના રામપર ગામે રહેતાં વસંતભાઇ કૂરજીભાઈના રહેણાંક મકાનના કબાટમાં રાખેલ રોકડ રકમ રૂ 10 હજાર તથા રૂ 15 હજાર ના સોના દાગીના સહિત નો મૂદામાલ અજાણ્યા તસ્કરો ચોરી કરીને ઉઠાવી ગયા હોવાની પોલીસ ફરિયાદ કરતાં પોલીસે ફરીયાદી વસંતભાઇ કૂરજીભાઈની ફરીયાદ નોધીને આરોપી વિરૂધ્ધ આઇપીસી કલમ 380 ,454 મૂજબ ગૂનો નોધીને વધૂ તપાસ પીએસઆઇ જે.વી ગોહેલે હાથ ધરી છે પોલીસે ચોરી ના આરોપી ઓને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

(6:12 pm IST)