Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

ધોરાજી માં ફાયર સેફ્ટીના સાધનો વગર ધમધમતા ફટાકડાના હાટડાઓ : ગમે ત્યારે આગ લાગે તો ફાયર સેફ્ટીના સાધનોના અભાવે મોટી જાનહાની થવાની ભીતિ : જવાબદાર તંત્ર દ્વારા ચેકીંગ હાથ ધરવું જરૂરી : બંધ બારણે ચાઇના અને પ્રતિબંધિત ફટાકડાનું વેચાણ

ધોરાજી:ધોરાજી માં દિવાળી ના તહેવાર ને ગણતરી ના દિવસો બાકી છે અને હાલ કોરોના ની મહામારી પણ ચાલી રહી છે કોરોના નું સંક્રમણ ફેલાઇ નહિ માટે તંત્ર દ્વારા અનેક પ્રકાર ના સાવચેતી ના પગલાં રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે પરંતુ ધોરાજી માં હાલ માં ફટાકડા ના સ્ટોલ પર વેપારીઓ અને ગ્રાહકો માસ્ક વગર દેખાઈ રહ્યા છે.

અને સાથો સાથ સોશ્યલ અંતર જડવામાં પણ કોઈ તકેદારી રાખવામાં આવતી નથી જેના કારણે કોરોના નું સંક્રમણ ફેલાઇ એવી ભીતિ છે 

સાથો સાથ ફટાકડા ના સ્ટોલ પર એકી સાથે લોકો ની ભારે ભીડ પણ જોવા મળી રહી છે ત્યારે ગમે ત્યારે કોરોના વિસ્ફોટ નો. ભઈ છે જવાબદાર તંત્ર દ્વારા શહેર માં સરકાર ની ગાઈડ લાઇન  ને નેવે મૂકી અને તંત્ર ના આદેશ ને ઘોળી ને પી જનાર ફટાકડા ના સ્ટોલ ધારકો પર કાયદેસર કાર્યવાહી હાથ ધરવી જોઈએ.

       ઠેર ઠેર ફટાકડા ના સ્ટોલો ખુલ્યા છે ત્યારે ફટાકડા ના વેપારીઓ દ્વારા પ્રતિબંધિત અને ચાઇના ના ફટાકડા નો બે રોકટોક વેચાણ થઈ રહ્યું છે તંત્ર ના જવાબદાર અધિકારીઓ આં બાબતે પણ ચેકીંગ હાથ ધરે તો ઘણું બધું બહાર આવે અને સાથો સાથ ફટાકડા ના સ્ટોલ ધારકો ફાયર સેફ્ટી ના કોઈપણ જાત ના સાધનો નથી ગમે ત્યારે આગ લાગે તો મસ મોટી જાણ હાની થાય એવી ભીતિ છે જેથી તંત્ર ના જવાબદાર અધિકારીઓ દ્વારા સર પ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવે અને ફાયર સેફ્ટી ના સાધનો રાખી અને ફટાકડા સ્ટોલ ધારકો ને ફટાકડાં વેચવા પરવાનગી આપવામાં આવે ફાયર સેફ્ટી વગર ફટાકડા વેચતા અને સરકાર ની કોરોના ની ગાઈડ લાઈન નો ભગ કરનાર વેપારીઓ ના લાઇસન્સ રદ કરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે.

(4:35 pm IST)