Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

ધો.૧૨ની પરિક્ષાની તૈયારીના ટેન્સનમાં આવી જતા જામનગરની હેતલ કણજારીયાએ ફાંસો ખાઇ લીધો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૬: અહીં નંદનવન પાર્કમાં રહેતા નરેન્દ્રભાઈ મનજીભાઈ કણજારીયા, ઉ.વ.૩૪ એ સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, હેતલબેન દિલીપભાઈ કણજારીયા, ઉ.વ.૧૯, રે. સાઈ બાબાના મંદિર સામે, રણજીતસાગર રોડ, જામનગર ધોરણ બારમાં અભ્યાસ કરતી હોય અને તેની પરીક્ષાની તૈયારીના ટેન્શનમાં રહેતી હોય જેથી પોતાના રૂમમાં ચુંદડી પંખામાં બાંધી ગળાફાંસો ખાઈ જતા મૃત્યુ પામેલ છે.

ક્રિકેટ મચ ઉપર જુગાર

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. યોગરાજસિંહ નિરૂભા સોઢા એ ફરીયાદ નોંધાવી છે કે, હિંગળાજ ચોક પાસે, ખુલ્લા ડેલામાં શૈલેષભાઈ જયંતિલાલ મંગે, અશોકભાઈ ધનજીભાઈ નંદા, દિનેશભાઈ નારણભાઈ તખવાણી, પ્રકાશભાઈ ગોવિંદભાઈ ગોરી, હંસરાજભાઈ ગોવિંન્દભાઈ ખીચડા, મુકેશ મંગળદાસ રતડા, રમેશભાઈ પ્રેમજીભાઈ ભદ્રા, જયકુમાર ખેરુમભાઈ નાગદેવ, યોગેશભાઈ પરષોતમભાઈ ગોરી, ભરતભાઈ ગોવિંન્દભાઈ વડોર, ભરતભાઈ દામજીભાઈ ગજરા, ભરતસિંહ હુકાજી પઢિયાર, વિનુ રીજુમલભાઈ કુકડીયા, ક્રિકેટ લાઈન ગુરુ જોઈ હારજીત ના સોદાઓ પાડી જુગાર રમતા રેઈડ દરમ્યાન રોકડા રૂ.ર૯૯૯૦/– તથા મોબાઈલ નંગ–૧ર કિંમત રૂ.૧પ,પ૦૦/– તથા ટીવી કિંમત રૂ.પ,૦૦૦/– તથા સેટટોપ બોક્ષ કિંમત રૂ.૧,૪૦૦/– વિગેરે મળી કલ રૂ.પ૧૩૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી સતીશ ઉર્ફે સત્યો પસાભાઈ મંગે ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. કિશોરભાઈ રવજીભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે,  જોડીયા ભુંગા, બેડી ભડાલા માતમ પાસે, ગરીબનવાઝ ચોક, જામનગરમાં અસગર અબ્દુલભાઈ લોરૂ, અશરફ આમદભાઈ ગંઢ, ઓસમાણ રસીદભાઈ ચાવડા, ઈસ્માઈલ અલીભાઈ ભટ્ટી, ઈસ્માઈલ અલીભાઈ ભટ્ટી, હનીફ હુસેનભાઈ સાઈચા, રસીદ અયુબભાઈ સુરાણી, શકીલ અજીજભાઈ છરેચા, જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૦,૪૬૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ડુંગરીયા દેવળીયા જવાના રસ્તે બે બોટલ સાથે ઝડપાયો

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. વનરાજભાઈ ધનજીભાઈ ઝુંપડીયા એ ફરીયાદ નોંધાવી છે કે, ભલાસણ (બેરાજા) ગામથી ડુંગરાળી દેવળીયા ગામ જવાના રસ્તા પર આરોપી છગનભાઈ સેકડીયાભાઈ પસાયા, રે. ભલસાણ(બેરાજા)વાળો પોતાના કબ્જામાં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની રોયલ બાર પ્રેસ્ટીજ ગ્રેઈન વ્હીસ્કી બોટલ નંગ–ર, કુલ રૂ.૧૦૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

મારૂતીના શો રૂમ પાસે બે બોટલ સાથે ઝડપાયો

પંચ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. શૈલેન્દ્રસિંહ સજુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, હાપા મારૂતી શો રૂમ પાછળ, જામનગરમાં નિલેશભાઈ લક્ષમણભાઈ લુણાગરીયા એ દારૂ બોટલ નંગ–ર, કિંમત રૂ.૧૦૦૦/– ની સાથે રાખી વેંચાણ અર્થે નિકળતા ઝડપાઈ ગયેલ છે.

ઘોડીપાસાનો જુગાર

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. હરદીપભાઈ વસંતભાઈ બારડ એ ફરીયાદ નોંધાવી છે કે, નવાગામ ઘેડ, નાઘેર વાસ, રાજહંસ પાનવાળી ગલીમાં, જાહેરમાં આરોપી મુકેશ ઉર્ફે ભોલો દિનેશભાઈ સોલંકી, સંજયભાઈ કાળુભાઈ વાળા, હિતેન્દ્રસિંહ ઉર્ફે મિથુન અભેસંગ ઝાલા, રે. જામનગરવાળા જાહેરમાં બેસી ઘોડી પાસાના પાસા વડે લેતી દેતી કરી જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરતા કુલ રૂ.૧૪,૦૩૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

(12:51 pm IST)