Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

રાજુલા-ભેરાઇ રામપરાને જોડતા રોડનું ધારાસભ્ય ડેરના હસ્તે થયુ ખાતમુર્હુત

(શિવકુમાર રાજગોર દ્વારા) રાજૂલા તા. ૬ :.. રાજુલાના ભેરાઇ ગામે રામપરા-ર, ચોકડી પાસે ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા રાજૂલા ભેરાઇ-રામપર-ર રોડનું ખાતમુર્હુત કરવામાં આવેલ હતું. આ રોડ રૂ. ર કરોડ ૯૭ લાખનાં ખર્ચે બનનાર છે. આ રોડ ૮ કિ. મી.નો  બનશે. જેમાં રોડમાં રી-સરફેસનું કામ સાડા પાંચ મીટરની પહોળાઇમાં કરવામાં આવશે. આ રોડ જીલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ રાજૂલા હસ્તક કામ થશે અને આ રોડનું કામ જયદિપ કન્સ્ટ્રકશન કંપની દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

આ ખાતમૂર્હુત પ્રસંગે ભેરાઇના સરપંચ શ્રી બાઉભાઇ રામ, માજી સરપંચ શ્રી ટપુભાઇ રામ તેમજ રામપરા-ર, રામદાસબાપુની જગ્યાના મહંત શ્રી રાજેન્દ્રદાસબાપુ તેમજ કોવાયાના માજી સરપંચ ગાંડાભાઇ તથા રામભાઇ દૂધવાળા, દુલાભાઇ રામ તથા નગરપાલીકાના પ્રમુખશ્રી ઘનશ્યામભાઇ લાખણોત્રા તથા બાબુભાઇ કલાભાઇ રામ વિગેરે લોકો મોટી સંખ્યામાં હાજર રહેલ હતાં.

આ પ્રસંગે જયદીપ કન્ટ્રકશનના શ્રી ગોહીલ તેમજશ્રી સરવૈયા હાજર રહેલ હતા અને રોડનું કામ સારી ગુણવતાનું કરવામાં આવશે જેમાં લોકો પણ સાથ-સહકાર આપે તેવુ બન્ને ભાગીદારો દ્વારા આ તક જણાવેલ હતું.

આ ખાતમુર્હુતમાં મંત્રોચ્ચાર સાથેની વિધી જીતેન્દ્ર દાદા રઘાણી તેમજ મયુરદાદા રઘાણી દ્વારા કરવામાં આવેલ હતું. આ રોડની લાંબા સમયની માંગને અંબરીશભાઇ ડેર દ્વારા પુર્ણ કરેલ છે.

(12:49 pm IST)