Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

ભાવનગરમાં ગાંજા સાથે કાળુ ઝડપાયો

ભાવનગરઃ  એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજાની રાહબરી નીચે હકિકત આધારે ૧૫૦ ફુટ રીંગ રોડ, ધર્મલોક કોમ્પલેક્ષ સામેથી ઝુંપડપટ્ટી વિસ્તારમાંથી રણજીત ઉર્ફે કાળુ ગોવિંદભાઇ ઉર્ફે સીલુભાઇ બારૈયા/દેવીપુજક ઉ.વ.૨૫ રહેવાસીરીંગ રોડ, ધર્મલોક કોમ્પલેક્ષ સામેથી ઝુંપડપટ્ટી વિસ્તાર ભાવનગરવાળાને ગાંજો વજન ૦.૪૧૪ કિલો ગ્રામ તથા વજનકાંટો વિગેરે સાથે ઝડપી પાડી ફઝ્રભ્લ્ એકટ તળે  એસ.ઓ.જી.ના હેડ કોન્સ્ટેબલ જગદીશભાઇ મારૂએ ફરિયાદ આપી ભરતનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે અને આગળની તપાસ ભરતનગર પોલીસ દ્રારા હાથ ધરવામાં આવેલ છે. આ રેઇડ દરમ્યાન ભાવનગર જ્.લ્.ન્. ના સાયન્ટીફીક ઓફિસર આર.સી.પંડયા એ સ્થળ તપાસની કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ હતું. આ કામગીરીમાં એસ.ઓ.જી. સ્ટાફના હેડ કોન્સ. બલવિરસિંહ જાડેજા તથા વિજયસિહ ગોહિલ તથા તથા ઓમદેવસિંહ ગોહિલ તથા બાવકુદાન ગઢવી તથા યુસુફખાન પઠાણ તથા પ્રદિપસિંહ ગોહિલ તથા મહિલા હેડ કોન્સ. મંછાબેન પરમાર તથા પોલીસ કોન્સ. મનદીપસિંહ ગોહિલ તથા હારીતસિંહ ચૌહાણ તથા પાર્થભાઇ પટેલ તથા ડ્રાઇવર ભગીરથસિંહ રાણા તથા ભોજાભાઇ બરબસીયા જોડાયા હતા.

(11:34 am IST)