Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

પોરબંદરમાં ૨ હિન્દી ભાષી શખ્સો વૃધ્ધાને ભોળવીને સોનાની ચેઇન-બંગડી ઉતરાવીને લઇ નાસી ગયા

(સ્મિત પારેખ દ્વારા) પોરબંદર,તા. ૬: ખાખ ચોક વિસ્તારમાં ૨ હિન્દીભાષી શખ્સો વૃધ્ધાને વાતોમાં વળગાડીને સોનાની ચેઇન -૪ બંગડી કુલ ૧૯,૫૦૦૦ના દાગીના ઉતરાવીને છેતરપીંડી કરીને નાસી ગયાની પોલીસ ફરિયાદ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

ખાખ ચોર વિસ્તારમાં સાંજે પગપાળા જઇ રહેલા વૃધ્ધાને હિન્દી ભાષા બોલતા બે શખ્સોએ વિશ્વાસમાં લઇ વૃધ્ધાએ પહેરેલ સોનાનો ચેન આશરે દોઢ તોલા કિ.રૂ. ૪૫,૦૦૦ તથા સોનાની ચાર બંગડી ૫ તોલા કિ. રૂ. ૧,૫૦,૦૦૦ આશરે મળી કુલ કિ. રૂ. ૧,૯૫,૦૦૦ ના ઘરેણા ઉતરાવી તે ઘરેણા પોતે રાખી લઇ અને તેની જગ્યાએ ખોટી બંગડીઓ વૃધ્ધાને આપી છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાની પોલીસ ફરિયાો કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

(11:32 am IST)