Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

મોરબીના જૂની ટીંબડી ગામે યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત

મોરબી તા. ૬ : જૂની ટીંબડી ગામના રહેવાસી સંજયભાઈ ગોવિંદભાઈ થરેસા (ઉ.વ.૨૫) યુવાન કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી આપઘાતના બનાવની વધુ તપાસ ચલાવી છે.

કારમાં દારૂની હેરાફેરી કરતો ઇસમ ઝડપાયો

સીટી બી ડીવીઝન પીઆઈ આઈ એમ કોઢિયાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નટરાજ ફાટક પાસેથી અલ્ટો કાર જીજે ૧૨ જે ૦૭૫૮ ને રોકી તલાશી લેતા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૮૪ કીમત રૂ ૨૫,૨૦૦ મળી આવતા પોલીસે કાર અને દારૂ સહીત રૂ ૭૫,૨૦૦ના મુદામાલ સાથે આરોપી ચિરાગ જગદીશભાઈ ગાંધી રહે માધાપર શેરી નં ૦૨ વાળાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

આ કામગીરીમાં ક્રિપાલસિંહ ચાવડા, ઈમ્તિયાઝભાઈ જામ, અર્જુનસિંહ ઝાલા, મુકેશભાઈ જીલરીયા, રમેશભાઈ મિયાત્રા, વનરાજભાઈ ચાવડા, દેવસીભાઈ મોરી સહિતની ટીમ જોડાયેલ હતી

મકનસર ગામે ગાળો બોલવાની ના કહેતા માર માર્યાની ફરિયાદ

પ્રેમજીનગર મકનસરના રહેવાસી ગુલાબભાઈ વેલજીભાઈ શેખવાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે શેરીમાંથી તેઓ ઘરે જતા હોય ત્યારે આરોપીઓ ગાળો બોલતા હોય જેથી કેમ ગાળો બોલો છો કહેતા ઉશ્કેરાઈ જઈને સંજય અરજણ પરમાર, જગદીશ અરજણ પરમાર અને વિનોદ અરજણ પરમાર રહે બધા પ્રેમજીનગર મકનસર વાળાએ ગાળો આપી માથામાં ધોકો મારી ઈજા કરી તેમજ ઢીકા પાટું માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

નાની વાવડી ગામે જુગાર રમતા ત્રણ ઝડપાયા

નાની વાવડી ગામે દશામાં મંદિર પાછળ તળાવની પાળ પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા કિશોર અમરશી મકવાણા રહે નાની વાવડી, મહેન્દ્રસિંહ ભીખુભા વાઘેલા રહે શનાળા નવા પ્લોટ અને નરેન્દ્રસિંહ ભવાનસિંહ જાડેજા રહે. છાત્રાલય રોડ મોરબી એમ ત્રણને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૪૦,૫૩૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:31 am IST)