Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

કોરોના મહામારી વચ્ચે મોટી પાનેલીના શિક્ષકોએ ઘરે ઘરે જઇને દીપાવલી રંગોળી અને ગૃહકાર્ય આપ્યું

વિદ્યાર્થીઓનું સાચુ ભવિષ્ય આવા શિક્ષકો જ કંડારી શકે : શાળા બંધ છે ત્યારથી ફી આવશે કે નહીં તેવી લાલચ વીના ઘરે ઘરે જઇને અભ્યાસક્રમ ચલાવે છે

મોટી પાનેલી,તા.૬: ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામના આ શિક્ષકોને સલામ છે દીપાવલીના શુભ ત્યોહાર નિમિતે બાળકોની જીજ્ઞાશાનેં ધ્યાનમાં લઈને કોયડારૂપી રંગોળી સાથે બાળકો પ્રત્યે વડીલોએ શું કરવું શું ના કરવું નો શુભ સંદેશ અને વેકેશન ગૃહકાર્ય દરેક વિદ્યાર્થીનેં આપેલ છે. શાળાના આ શિક્ષકો કોરોના જેવી મહામારી વચ્ચે પણ પોતાના જીવનું જોખમ હાથમાં લઈને જયારથી શાળા બંધ થઇ છે ત્યારથી જ, દર બે દિવસે દરેક ધોરણ ના તમામ વિદ્યાર્થીઓ ની ઘરે હાથમાં વિષયવાર ગૃહકાર્ય લઈને નીકળી પડે છે અને દરેક વિદ્યાર્થીનેં વિષય મુજબનું શિક્ષણ આપી એક શિક્ષક તરીકેની ઉમદા ફરજ નિભાવે છે

મોટી પાનેલી ની ખાનગી શાળા શ્રી સરસ્વતી ધામ શાળા ના આ શિક્ષકો છેલ્લા છ મહિના થી આ ઉમદા કાર્ય નિભાવી રહ્યા છે અને એ પણ કોઈ ફી ની અપેક્ષા વગર કોરોના કાળમાં આ રીતે એક શિક્ષક પોતાના વિદ્યાર્થી પ્રત્યેની પોતાની ભાવના અદા કરે છે ત્યારે એ વાત સાબિત થાય છે કે આવા સ્વાવલંબી અને મહેનતુ શિક્ષકો જ વિદ્યાર્થીનું ભવિષ્ય કંડારી શકે. શાળાના શિક્ષકોની આવી આકરી અને સાહસભરી પ્રવૃત્ત્િ। અંગે શાળાના આચાર્યશ્રી સાથે વાત કરતા જણાવેલ કે, અમારા માટે વિદ્યાર્થીનું હિત પહેલા છે,શાળામાં લગભગ પાંચસો જેટલાં બાળકો અભ્યાસ કરે છે દરેક સ્કૂલની જેમ અમે પણ મોબાઈલ દ્વારા ગૃહકાર્ય આપી શકતા હતા પરંતુ નાના બાળકો ઉપર મોબાઇલ ની વિપરીત અસર પડે છે આંખોને ગંભીર નુકશાન થવાનો પણ ભય રહે છે અને બાળકો પણ ગૃહકાર્યના બહાને મોબાઈલનો ગલત ઉપીયોગ કરી શકે છે. તેથી અમોએ  વિદ્યાર્થીના ભવિષ્યની ચિંતા કરીને કોરોના વાઇરસ ના ભય વચ્ચે, વિદ્યાર્થી કોઈપણ જાતની ફી ભરશે કે નહીં ભરે તેની પણ લાલચ રાખ્યા વિના રાખીને ધોરણ મુજબ દરેક વિષયનું ગૃહકાર્ય દરેકની ઘરે ઘરે જઈને કરાવેલ છે અને સમજાવેલ છે.

કાર્ય બહુ અઘરૃં હતું પરંતુ તમામ સ્ટાફનો હોસલો બહુ બુલંદ હતો

શાળા કયારે ખુલશે એ નક્કી ન હતું જો વિદ્યાર્થીનેં કઈ નહીં કરાવીએ તો બધું ભૂલી જશે એ ચિંતા હતી માટે આચાર્યશ્રી ની સૂચના અને ગાઇડલાઇન મુજબ તમામ સ્ટાફ સાથે મળીને કોરોના નો ભય રાખ્યા વિના તકેદારી રાખીને દરેક વિદ્યાર્થીની ઘરે જઈને વિષયવાર ગૃહકાર્ય આપ્યું. પ્રથમસત્ર પરીક્ષા પણ લીધી દીપાવલિની કોયડારૂપી રંગોળી અને શુભ સંદેશ પણ દરેકને આપ્યા જેનાથી વિદ્યાર્થી ખુશ છે હોસે હોસે બધું કરી રહ્યા છે સાથે દરેકના માતાપિતા પણ ખુશ છે. આ બધું દરેક શિક્ષકોની હિંમત અને વિદ્યાર્થી પ્રત્યેની ભાવના નેં લીધે શકય બન્યું છે .તેમ તૃપ્તિબેન, વિશ્વાબેન, દિપ્તીબેન શિક્ષિકા બહેનોએ જણાવ્યું હતું.

(11:29 am IST)