Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

ભાવનગરમાં ૧૦ને કોરોના

જિલ્લામાં ૪,૮૪૫ કેસો પૈકી ૫૭ દર્દીઓ સારવાર હેઠળ

ભાવનગર, તા.૬: જિલ્લામા વધુ ૧૦ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૪,૮૪૫ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૬ પુરૂષ અને ૧ સ્ત્રી મળી કુલ ૭ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા મહુવા ખાતે ૨ તેમજ પાલીતાણા ખાતે ૧ કેસ મળી કુલ ૩ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૪,૮૪૫ કેસ પૈકી હાલ ૫૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમાં કુલ ૪,૭૧૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૮ દર્દીઓના અવસાન થયેલ છે.

(11:28 am IST)