Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

સાળંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજનાં ૧૭૨માં વાર્ષિક પાટોત્સવમાં અભિષેક -અન્નકૂટ -શ્રી હનુમંત ચરિત્ર કથા

વાંકાનેરઃ સાળંગપુરનાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો ૧૭૨મો વાર્ષિક પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો. જેમાં મારૂતિ યજ્ઞ પૂજન, કથા, શ્રવણ, પ.પૂ. આચાર્ય મહારાજશ્રી એવં બ્રહ્મનિષ્ઠ સંતોના દર્શન -આર્શીવર્ચન, અભિષેક, દાદાનો ભવ્ય અન્નકૂટ વિગેરેનો લાભ દર્શનાથીઓએ લીધો હતો. આ પ્રસંગે સવાર. ૫:૩૦ કલાકે મંગળા આરતી સવારે ૭:૦૦ કલાકે શણગાર આરતી, સવાર. ૮:૦૦ કલાકે અભિષેક પૂજા, પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રી દ્વારા ૧૧:૦૦ કલાકે અન્નકૂટ આરતી તેમજ યજ્ઞ પૂર્ણાહૂતિ બપોરે ૧૧:૩૦ કલાકે કરવામાં આવેલ હતી. કથાકાર શાસ્ત્રી પ.પૂ.શ્રી હરિપ્રસાદદાસજી વેદાંતાચાર્ય (વિદ્યામંદિર ગઢપુર) સ્વામીએ પોતાની સુમધુરશૈલીમાં શ્રી હનુમંત ચરિત્ર કથા શ્રવણ કરાવી કથા પૂર્ણાહૂતિ કરવામાં  હતી. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો ૧૭૨ મો વાર્ષિક પાટોત્સવમાં દાદાને વિશેષ શણગાર તથા સિંહાસનને રંગબેરંગી ફુલોથી શણગારવામાં આવેલ તથા હનુમાનજી મંદિરના સમગ્ર પરિસને રોશનીથી શણગારવામાં આવ્યું હતું અને સંસ્થા દ્વારા વિશેષ સગવડ કરવામાં આવી હતી. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો ૧૭૨મો વાર્ષિક પાટોત્સવ પ્રસંગે મંદિરના કોઠારીસ્વામી શ્રી વિેવેકાસાગરદાસજી ગુરૂ મહંત પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) તથા સંતમંડળ દ્વારા સમગ્ર મહોત્સવનું સંચાલન કરવામાં આવ્યેું હતું.

(11:26 am IST)