Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

ગોંડલ-ભુણાવામાં તાવ આવ્યા બાદ મહારાષ્ટ્રના ૨૩ વર્ષના મુકેશનું મોત

રાજકોટ તા. ૬: ગોંડલ તાલુકાના ભુણાવા ગામે આવેલી નાઇસ એન્ડ ન્યુ એબ્રેસીવ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના કવાર્ટરમાં મુકેશભાઇ વિનોદરાય (ઉ.વ.૨૩) સાંજે બેભાન થઇ જતાં ક્રિષ્ના હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોડી રાતે મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

મુકેશ મુળ મહારાષ્ટ્રનો વતની હતો અને બે-ત્રણ દિવસથી તાવ આવતો હતો. ગઇકાલે તબિયત વધુ બગડતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ દમ તોડી દીધો હતો.

(11:26 am IST)