Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

મેટોડા જીઆઇડીસીમાં ગાળો બોલવા પ્રશ્ને આલોક પાંડે ઉપર ૪ શખ્સોને પાઇપથી હૂમલો

રાજકોટ તા. ૬ :.. લોધીકામાં મેટોડા જીઆઇડીસીમાં ગાળો બોલવા પ્રશ્ને થયેલ ઝઘડામાં પરપ્રાંતીય યુવાન ઉપર ૪ શખ્સોએ લોખંડના પાઇપથી હૂમલો કર્યો હતો.

મળતી વિગતો મુજબ મેટોડા જીઆઇડીસી ગેઇટ નં. ૩ પાસે આવેલ એસ. પી. એમ. કંપનીમાં રહેતા અને મજૂરી કામ કરતા આલોક રાજેન્દ્ર પાંડે (ઉ.ર૯) ઉપર સંજય દાફડા, દેવરાજ સળશીયા, જયદીપ મેરીયા તથા શંકર સોની રે. તમામ મેટોડા જીઆઇડીસીએ લોખંડના પાઇપથી હૂમલો કર્યો હતો તેમજ ઢીકાપટુનો માર મારી ઇજા કરી હતી. આરોપી સંજય દાફડા ગાળો બોલતો હોય આલોકે ગાળો બોલવાની ના પાડતા ઝઘડો થયો હતો. બાદમાં સંજય તેન ત્રણ સાગ્રીતો સાથે આવી આલોક પાંડે ઉપર પાઇપથી હૂમલો કર્યો હતો.

આ અંગે ઇજાગ્રસ્ત આલોકે ઉકત ચારેય શખ્સો સામે લોધીકા પોલીસ મથકમાં ફરીયાદ કરતા એ. એસ. આઇ. હરદીપસિંહે તપાસ હાથ ધરી છે.

(11:25 am IST)