Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

પોરબંદર પંથકમાં એક સમયે રાજય આશ્રયની આડમાં બહારવટીયું ખેડાતું: રાજવીની હત્યાનું કાવત્રુ ઘડાયેલ

બહારવટીયા ર ભાઇઓનું આશ્રયસ્થાન બરડા ડુંગરમાં હતું : રાજવીની હત્યાની યોજના બનાવતા પકડાય જતાં ફાંસીની સજા થઇ હતી : ફાંસીએ ચડ્યા પહેલા બહારવટીયાઓએ જેલમાં જેલર ઉપર હુમલો કરીને હત્યાં કરેલ

પોરબંદર : શહેર અને જીલ્લાના નાગરિકો કોમી એકતા, ભાઇચારા સાથે બંધુતત્વની ભાવના તેમજ ધાર્મિક વિવાદથી પણ પર છે. રાષ્ટ્રપિતાની જન્મભૂમિ અને બાલ્ય અવસ્થાનો શૈશવકાળ રાષ્ટ્રપિતા પૂ.મહાત્માગાંધીજીનો અહિંસક, દ્વાપરયુગ, શ્રીકૃષ્ણ અવતારયુગમાં નિષ્કામ એક જ ગુરૂ શિષ્ય, વિપ્ર શ્રીદામ (સુદામા), શ્રીકૃષ્ણની પૌત્રી, રામાયણ યુગ, ત્રેતાયુગમાં મર્યાદા પુરૂષોતમ શ્રીરામના પરમભકત વાનરસ્વરૂપ હનુમાનજીના માનસપુત્ર હનુમાનજીનો પુત્ર મકરધ્વજનો વંશ જેઠવા વંશ, શાસનપ્રિય ન્યાયપ્રિય રહેલ છે. ૧૮૦ એકસો એસીમી પેઢીના છેલ્લા રાજવી સ્વ.નટવરસિંહજી જેઠવા દીર્ઘકાલીન દરમિયાન પોરબંદર શહેર અને ગ્રામ્ય જનતાને કદી તકલીફ પડી નથી.

હિન્દુસ્તાને આઝાદી પ્રાપ્ત કરી અને દેશી રજવાડાનું વિલનકરણ સ્વ.સરદાર વલ્લભભાઇ પટેલ કોઠાસુઝ આગેવાનીમાં એકીકરણ કરવામાં આવેલ ત્યારે કોઇપણ પ્રકારનો વિવાદ સર્જાય નહી. વાતાવરણ કલહમય બને અહી તે નજર સમક્ષ પોરબંદર રાજયને સોંપી આપેલ. કોઇપણ વિરોધ નહી રાજગાદી છોડયા પછી પ્રજાપ્રિય છેલ્લા રાજવી સ્વ.નટવરસિંહ જેઠવા પ્રજાના દિલમાં જ રહ્યા છે. જુની પેઢી તો ઠીક પરંતુ વર્તમાન પ્રૌઢ યુવા પેઢી કે જેમણે મહારાણા સ્વ.નટવરસિંહને પ્રત્યક્ષ નિહાળેલ નથી. તેમ છતા તેમની રાજનિતી, પોતાની પ્રજા નજીક રહેવુ વિનાસંકોચે મુકત રીતે મળવુ શહેરની દિન ચર્યા જોવા કે દર્શન કરવા નીકળે તો પણ જાહેરમાં ખુલ્લા મનથી પ્રજાને મળવુ ન્યાય આપવો, સાંભળવા કોઇપણ પ્રકારનુ પ્રોટેકશન નહી મુકત રીતે હરવુ ફરવુ તેટલી સાદગી સાથે રાજયવ્યવસ્થા સંભાળી હતી.

રાજધર્મ, ફરજ બજાવવી જરૂરત મુજબ રાજયની આવકમાંથી ખર્ચ કરવો. અંગતજીવન જીવવુ. સ્વમાન સાથે ચાહના મેળવવી તેવા રાજવી જો પણ મુશ્કેલી ઉભી થયેલ અને સક્ષમપુર્વક શાંતીથી દિવસો પસાર કરી કસોટી કાળપુર્ણ કરેલ છતા રાજય શાસન દરમિયાન તેઓશ્રી એટલે સ્વ. મહારાણા નટવરસિંહજી જેઠવાની હત્યાનો પ્રયાસ થયેલ. હત્યારાને ફાંસી પણ જાહેરમાં આપવામાં આવી. સને ૧૯૪૫-૪૬ની સાલમાં પોરબંદર વર્તમાન ખાસ જેલના ખુલ્લા મેદાનમાં રાજઆશ્રયે આવેલ અને બરડાડુંગરની ગોદમાં રહી બહારવટુ ખેડતા બે સિંધી ભાઇઓ સીદીઓ અને ઓસમાણીયા આ પ્રયાસ કરેલ અને રાજકીય દાવપેચમાં સપડાણા. સ્વ.મહારાણા નટવરસિંહજી જેઠવાની હત્યાનુ કાવતરૂ ઘડવામાં ઘડાયેલ તેમાં હાથ બન્યા મળેલ દંતકથા કથિત વિગત સાથે આ બંને સિંધીને અન્યાય થયેલ જેના લીધે બહારવટુ ખેડતા. બરડાડુંગરમાં આસરો મેળવતા પરંતુ પોરબંદર  રાજયમાં ગામડામાં રંજાટ લુંટફાટ શરૂ કરી ગામડા ખાલી થવા લાગ્યા અને ઉજજડ બનવા લાગતા માલધારી ગ્રામશ્રીમંતોએ વતન જન્મભૂમી આશરાભૂમિ છોડવાનો પ્રસંગ ઉપસ્થિત થતા રાજવીએ કડક પગલા લેવા લાલ આંખ કરવી પડી.

બહારવટુ ખેડનાર બે સીંધીભાઇઓનુ આશ્રયસ્થાન બરડોડુંગર હતુ અને ખંભાળા આસપાસની ટેકરીઓમાં દિવસ દરમિયાન સંતાઇ રહેતા. આરામ ફરમાવતા, રાણાવાવની એક મહિલા રોટલા પહોચાડતી. તેમને ત્યા પણ આરામ કરવા આવતા એમ કહેવાય છે કે, બહારવટામાં રોઝડાનો ઉપયોગ કરતા. આપણા ગુજરાતી કહેવત છે કે ધરફીટે ઘર જાય, તે મુજબ અંદરોઅંદરની રાજખટ શરૂ થઇ અને સ્વ.મહારાણા નટવરસિંહજી જેઠવાની હત્યાનું કાવત્રુ ઘડવામાં આવ્યુ. તેમની હત્યા માટે પોરબંદર રાજયશ્રય મેળવી બહારવટુ ખેડનાર બંને સિંધી ભાઇઓ સીદખા અને ઓસમાણીયાને સોપારી આપી જવાબદારી સોંપી. આ બાબતની ગંધ સ્વ.મહારાણા નટવરસિંહ જેઠવાને આવી. તેઓશ્રી આરામ માટે ખંભાળા જનાર હતા. ખંભાળા હિલ પર જળાશયની બાજુમાં તેઓશ્રીઓનો બંગલો આધુનીક રાજમહેલ પ્રથમ એરકંડીશન પણ રાજવીએ વસાવેલ. ગ્રીષ્મઋતુમાં અહી મહારાણાશ્રી આરામ ફરમાવતા. મહારાણાશ્રી નટવરસિંહજીને પોતાની હત્યાના કાવત્રા ઘડાયાની ગંધ આવતા તેઓશ્રીએ ખંભાળા જવા માટેનો કાર્યક્રમ રદ કર્યો. તેમના સ્થાને તેની મોટરમાં રાજય દિવાન બ્રિજલાલસિંહને મોકલ્યા. દિવાન બ્રિજલાલસિંહ એક હાથે દિવ્યાંગ હતા. દિપડાના શિકારમાં દિવ્યાંગ એક હાથે થયેલ.

ખંભાળા જવા માટે રાણાવાવ રેલ્વેસ્ટેશનની રેલ્વે ટ્રેકની બાજુમાં ખાસ રાજરસ્તો મેટલ રોડ બનાવેલ તે રોડ પરથી ખંભાળા ટુંકો રસ્તો હતો. રાજયહસ્તક હતો. કયારેક પ્રજાજનો તેનો ઉપયોગ રાજય પરવાનગીથી કરતા. આ રસ્તો હાલ પોરબંદર, રાણાવાવ, જામનગર રેલ્વે ફાટક પાસે નીકળે છે. ત્યા જ નજીકમાં પોરબંદર ન.પા.નો પાણી શુધ્ધીકરણ માટેનો હાલ ફિલ્ટર પ્લાન્ટ પપીંગ સ્ટેશન કાર્યરત છે તે સમયે ત્યા હિલ ટેકરીઓ હતી. જાવંત્રીગાળાની ઓળખ ગીચ જંગલ વિસ્તાર, વૃક્ષોની ઝાડીમાંથી ટેકરી ઢંકાયેલ તેટલી ગીચ તે પસંદ કરાયેલ. અહીથી મહારાણાની મોટર પસાર થાય એટલે ફાયરીંગ કરવુ નિશાન સ્પષ્ટ માચડો બાંધેલ. મહારાણાએ યોજના નિષ્ફળ બનાવેલ. દિવાન બ્રિજરાજસિંહ બહારવટીયાની ગોળીએ વિંધાણા. રાજય શોક જાહેર કર્યો. મહારાણાશ્રી પોરબંદર રોકાણ કરેલ હત્યાનુ કાવત્રુ નિષ્ફળ બનાવેલ. ગુપ્તચરની આગામી માહિતી હતી. ઘર ફીટે ઘર જાય છે. જેની એની ગયેલ હત્યાનુ કાવત્રુ ઘડનાર શિફતથી પોતાની નજર સામે હતા. તે હટાવી દેવાયેલ.

આ ઘટના બન્યા પછી રાજવીએ કડક વલણ અખત્યાર કર્યુ. બરડાડુંગરમાં રાજયશ્રય મેળવનાર બહારવટીયા સીદીક ઓસમાણ યાને સીદીયો ઓસમાણીયાને પકડવા અને તેના સાગ્રીતોને ખાત્મો બોલાવવા પોલીસને કડક હાથે કામ લેવા જણાવેલ.

લાંબા સમય સુધી પોલીસને ડુંગરમાં રહેવુ પડયુ. ઘર્ષણ થતુ દરમિયાન બાતમી રાહે આ બહારવટીયા રાણાવાવ, ત્યા આવે છે તેની વોચ ગોઠવી અને મહિલા પર દબાણ વધ્યુ. મહિલાએ બાતમી આવવાના સમયની આપી અને રાજય પોલીસ ગોઠવણી બહારવટીયા આવ્યા. ઘરમાં ઘુસ્યા પોલીસે મકાનને ઘેરો ઘાલ્યો યાને ચારે બાજુથી બાનમાં લીધુ. યુધ્ધ જેવો માહોલ  સર્જાયો. સામસામે ગોળીઓની રમઝટ બોલી. બંદુકમાંથી છુટવા લાગી. પોલીસ પાસે બંદુકની ગોળીઓ ઘટવા લાગી બંને બહારવટીયા પાસે પુરતો જથ્થો બંદુકની ગોળીઓનો હતો પરંતુ ઇશ્વરી ચમત્કાર સર્જાયો. પોલીસ ઘરમાં ઘુસી ગઇ. બહારવટીયા પર ઓચિંતો છાપો મારતા પકડાય ગયેલ. પોરબંદરની જેલમાં લાવવામાં આવેલ તે સમયે રાણાવાવમાં કોર્ટ પોરબંદર રાણાવાવ પોરબંદર હતી. પોલીસ થાણુ કાર્યરત હતુ તે કાર્યક્ષેત્રમાં જરૂરી કાનુની કાર્યવાહી પ્રારંભીક થઇ. સમયગાળો અંદાજીત ૧૯૪૩ થી ૧૯૪૪નો છે.

સર ન્યાયાધીશ કોર્ટ યાને આજની સેન્સ અદાલતમાં બંને બહારવટીયાનો કેશ ચાલ્યો.ફાંસીની સજા કરાઇ. પોરબંદરના જેલમાં કંપાઉન્ડના નિયત તારીખે વહેલી સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રક્ષણમાં જાહેરમાં બંને બહારવટીયા સીદીઓ ઓસમાણને ફાસીએ લટકાવાયા. પોરબંદરના પ્રજાજનો પણ જોઇ શકે તે રીતે ફાંસી આપી. તે સમયે રાજયે સન્માનીત કરેલ હોય તેને ઘર બહાર નીકળવાની મનાઇ હોય તેમના ઘર પર પોલીસ જપ્તો રાખવામાં આવતો.

જેમને ફાંસી આપવાની હોય તે વ્યકિત કેદી ફાંસી અપાય તે પહેલા અમુક કલાક તેમની ઇચ્છા ધાર્મિક બોધ વગેરે સંભળાવતા. અંતિમ ઇચ્છા પુછવામાં આવતી. ફાંસી આવે તે પહેલા સ્નાન કરાતુ. હાલ તે પ્રથા છે. નવા વસ્ત્ર પહેરાવવામાં આવતા. બંને હાથ પાછળ બાંધી ફાંસીની આગલી રાતે બંને બહારવટીયાએ નમાઝ પઢવી છે. સ્નાન કરવુ તેવુ જણાવેલ. ફરજ પરના જેલરની હાજરીમાં જેલના કુવાએ સ્નાન કરાવવા લઇ ગયેલ. સ્નાન કરવા તૈયાર થયા પરંતુ પાણી કુંવામાંથી સિંચાઇ કરવા કુવા પર ગરેડી ફીટ કરી તે ખેંચી જેલર હુમલો કરતા ગંભીરપ્રકારની માથામાં ઇજા તથા ઘટના સ્થળે જ મૃત્યુ થયેલ. ફાંસીએ ચડયા પહેલા પણ જેલમાં પણ જેલરની હત્યા કરી. સીદીક યાને સીદીયો નરમ પડી ગયેલ. તેમણે ઓસમાણીયાએ હિંમત આપી. આપણે બહારવટુમાં અનેક હત્યાઓ કરી છે. આપણી સામે આપણુ મોત ફાંસી આવી ઉભી છે. નરમ પડવાની જરૂર નથી. હસ્તે મુખે ફાંસીએ ચડી જવુ. સિદીયાએ સને ૧૯૪૫-૪૬ની સાલમાં એકી સાથે બે વ્યકિતને જાહેરમાં ફાંસીએ લટકાવ્યા. જીવ છુટયા પછી આ બંનેની લાશ લાંબો સમય ફાંસી માચડે લટકતી રાખી આવતા જતા લોકો જોઇ શકશે તેવો અંજામ આવે છે જેથી ગુન્હાખોરી પર અંકુશ રહે સૌરાષ્ટ્રમાં યાને કાઠીયાવાડની જેલમાં એકી સાથે બે ફાંસીની ઘટના સર્વપ્રથમ હતી.

બંને બહારવટીયાને જાહેરમાં અપાયેલ ફાંસી માચડો હાઇવે રોડ પરથી પસાર થતી રેલ્વે લાઇનથી જોઇ શકાય. હાઇવે રોડ પરથી જેલમાં પ્રવેશતા જેલ દરવાજાની જમણીબાજુ રેલ્વે લાઇન સન્મુખ તેમજ જેલમાંથી બહાર નીકળતાડાબીબાજુ દિવાલ અડીને ઉભો કરાયેલ કાળારંગથી રંગાયેલ છે.

પોરબંદર રાજયમા જે તે સમયે સને ૧૯૪૫-૧૯૪૬ની સાલમાં બે ગુન્હેગાર વ્યકિતને એકી સાથે એક જ સમયે ફાંસીના માચડે લટકાવવાની પ્રથમ ઘટના હતી. જો કે કાઠીયાવાડ સૌરાષ્ટ્રમાં પણ કદાચ સર્વપ્રથમ પણ હોવી જોઇએ. છેલ્લી ફાંસી પોરબંદર જેલમાં આ બંને બહારવટીયાને સીદીક (સીદીયો) ઓસમાણ (ઓસમાણીયો) ને પોરબંદર જેલમાં આપેલ. ત્યારબાદ જે ભયંકર ગુન્હેગારને ફાંસી રાજકોટ જેલમાં આપાયેલ. હાલ રાજકોટ જેલમાં જ સૌરાષ્ટ્ર જેલના ફાંસી સજા ભોગવતા ગુન્હેગારોને રાજકોટ જેલમાં જ આપવામા આવે છે. આ બંને બહારવટીયાને ફાંસી પછી પોરબંદર કોર્ટે સજા પામેલ પોરબંદરના ક્રિશ્ચમ ડાયર્ગાને પ્રથમ ફાંસી રાજકોટ જેલમાં જ અપાયેલ. તેમણે સગીર બાળા પર દુષ્કર્મ આચરી મારી નાખેલ અને ઘરના રસોડામાં દાટી દીધેલ તે બાતમી પરથી આ ભેદ ઉકેલાય.

સ્વ.મહારાણા નટવરસિંહજી જેઠવા વંશના ૧૮૦મી પેઢીના રાજવી અને શાસનકર્તા રાજગાદી છોડી અતિશાંતિપ્રિય હતા તેઓશ્રી પણ અત્યંત ગુપ્ત રીતે દતક લેવાયેલ જન્મતા ઉછેર રાજયમાં થયો. ઘેડ પંથકના માલધારીમાંથી દતકપુત્ર તરીકે આવેલ. કારણ હૈયાતરાણા ભાવસિંહજી જેઠવા ક્ષય રોગની બિમારીથી સપડાયેલ જેથી સંસારસુખ દૂર રહેતા. સ્વ.રાજમાના બા મા સાહેબે કોઇને ગંધ ન આવે તે રીતે દતક વિઘાન કરી પોરબંદરના ગાદીવારસ જાહેર કરી ઉચ્ચશિક્ષણ,કેળવણી, ધાર્મિક સંસ્કાર, રાજકીય મુત્સદી વગેરે એક હકીકત એવી છે કે દતક બાળ રાજવી નટવરસિંહજી બરડાપંથકના ગ્રામ્ય વિસ્તારમાંથી છે પરંતુ તે હકીકતને સમર્થન મળતુ નથી.

મહારાણા સ્વ.નટવરસિંહજી જેઠવા પરણીત હોવા છતા પણ તેમને ગાદી વારસ તરીકે શ્રીનગરના જેઠવા વંશના પોરબંદરના પોર્ટ ઓફીસર બાલસિંહને યુવરાજ તરીકે સ્વીકારેલ તે પણ દતક વિઘાનથી યુવરાજ તરીકે પૂર્વ પોર્ટ ઓફીસર બાલસિંહ જેઠવાની દતકપુત્ર તરીકે તેમજ પોરબંદરના રાજવીના ગાદી વારસ તરીકે સ્વીકારતા તેઓશ્રીના નામ બદલાવી ઉદયભાણ આપેલ. જીંદગીના અંતિમશ્વાસ સુધી યુવરાજ ઉદયભાણ તરીકે ઓળખ રહી. વર્તમાન યુવરાજ હરેન્દ્રસિંહ જેઠલા પરંતુ તેઓશ્રી તેમના વિદુષી માતાની અટક વાપરે છે. ઓળખ આપે છે પિતાના વતનમાં જેઠવા વંશની ઓળખ ભાયાતોએ રાખી છે.

સ્વ.મહારાણા નટવરસિંહ જેઠવા પોરબંદર રાજયની સરકારને સોંપણી કરી નિવૃત થતા પોરબંદર છોડી ઉટીમાં વસવાટ કરેલ. સમયાંતરે બે ત્રણ મહિને પોરબંદર આવતા વહીવટી દેખરેખ રાખતા. પુ.રામદાસ સ્વામીના સંપર્ક પછી પાછલી જીંદગી સંપુર્ણ આદ્યાત્મીક દ્વિતીયમહારાણી સાહેબ સ્વ.અનંતકુંવરબા સંગાથે પુર્ણ કરી. દ્વિતીય મહારાણી સાહેબે ભારતીય સંસ્કૃત જેઠવા વંશની સંસ્કૃતિ અપનાવેલ. પુર્ણ સાથ આપેલ. તેઓશ્રી પણ પોરબંદરના પ્રજાજનોમાં આદરણીય રહેલ. મહારાણા નટવરસિંહજી જેઠવાએ તેમનુ આ બીજુલગ્ન દિલ્હી કોર્ટમાં નોંધાવી રજીસ્ટ્રાર કરાવેલ.

સ્મિત પારેખ,પોરબંદર

ફોન.(૦૨૮૬) ૨૨૪૨૭૯૪

(11:25 am IST)