Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

અમિતભાઇ શાહ દિવાળીએ કચ્છમાં : સરપંચો સાથે વાર્તાલાપ

ધોરડો ગામે રણ વચ્ચારે ૧૫૦૦ બેઠકના ડોમમાં કચ્છ, પાટણ અને બનાસકાંઠાના સરપંચો સાથે વાર્તાલાપ : હેલીપેડ બનાવવા સહીત તંત્ર તૈયારીમાં લાગ્યું

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા. ૬: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ દિવાળીના તહેવારો દરમ્યાન કચ્છ આવશે.

 જોકે, આ અંગે કોઈ સતાવાર કાર્યક્રમ હજી સુધી જાહેર નથી થયો પણ, બિનસતાવાર રીતે મળતી માહિતી મુજબ અમિતભાઈ ૧૨ નવેમ્બર વાઘબારસના રોજે કચ્છ આવી રહ્યા છે. તેઓ સરહદી એવા ધોરડો ગામની મુલાકાત લઈ અને ત્યાં દિવાળી પર્વની ઉજવણી કરશે.

મળતી માહિતી મુજબ ધોરડો ગામે તેઓ ગુજરાતના ત્રણ સરહદી જિલ્લાઓ કચ્છ, પાટણ અને બનાસકાંઠાના સરપંચો સાથે વાર્તાલાપ કરશે. આ માટે રણ વચ્ચાળે ૧૫૦૦ બેઠકની ક્ષમતા ધરાવતો ડોમ ઉભો કરાઈ રહ્યો છે.

આ માટે ધોરડો ગામે બે હેલીપેડ બનાવવા સહીત તંત્ર ડોમ બનાવવા ઉપરાંત સુરક્ષાની તૈયારીમાં લાગ્યું છે. સફેદરણના કારણે પ્રખ્યાત બનેલા ધોરડો મધ્યે અત્યારે તૈયારીનો ધમધમાટ વરતાઈ રહ્યો છે. જોકે, અત્યારે સફેદરણમાં પાણી ભરાયા હોઈ ટેન્ટસિટીને બદલે આ કાર્યક્રમ ધોરડો ગામ મધ્યે યોજાઈ રહ્યો છે.

(11:25 am IST)