Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

દુષ્કર્મનો ભોગ બનેલી કચ્છની ૧૩ વર્ષની સગીરાના ગર્ભપાત માટે હાઇકોર્ટની મંજૂરી

(ભુજ) દુષ્કર્મનો ભોગ બનેલી કચ્છની ૧૩ વર્ષની સગીરાના ગર્ભપાતની આડે રહેલી કાયદાકીય ગૂંચ હાઇકોર્ટે દૂર કરી છે. ૨૪ અઠવાડિયાનો ગર્ભ ધરાવતી આ સગીરાના ગર્ભપાત માટે તેના પરિવારજનોને ભુજની અદાણી જીકે જનરલ હોસ્પિટલે ગર્ભપતના કાયદા અન્વયે ઇનકાર કરી દીધો હતો. સરકારની ગાઈડલાઇન મુજબ ૨૦ અઠવાડિયાથી વધુ ગર્ભ ધરાવનારના ગર્ભપાત માટે પ્રતિબંધ છે. આ કિસ્સામાં હાઇકોર્ટ સમક્ષ દાદ મંગાઈ હતી, જેમાં હાઇકોર્ટે સગીરાની તબિયત તેમ જ ગર્ભપાત થઈ શકે છે કે કેમ? એ અંગે તબીબ પેનલનો અભિપ્રાય માંગ્યો હતો. અદાણી જીકેના તબીબોએ ગર્ભપાત થઈ શકે એમ છે, એવો અભિપ્રાય આપતાં હવે આ સગીરાનો ગર્ભપાત કરાશે. ગુજરાત હાઇકોર્ટના જજ ઉમેશ ત્રિવેદીએ ૨૦ નવેમ્બર સુધીમાં આ અંગેની તબીબી કાર્યવાહી પૂર્ણ કરવા તેમ જ ભૃણના ડીએનએ પુરબલવા અર્થે એકત્ર કરી તેની માહિતી રાખવા તબીબોને જણાવ્યું છે. સગીર વયની દુષ્કર્મ પીડીતા દ્વારા ગર્ભપાત માટે કાયદાને દ્વાર પહોંચેલો કચ્છનો આ પ્રથમ જ કિસ્સો છે.

(4:02 pm IST)