Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

જામનગરમાંથી ચાંદીના દાગીનાની ચોરી કરનારા ૪ ઝડપાયાઃ ૩.૩૬ લાખનો મુદ્દામાલ જપ્ત

તસ્વીરમાં જપ્ત કરાયેલ મુદ્દામાલ તથા એલસીબી પોલીસ ટીમ નજરે પડે છે (તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

જામનગર, તા. ૬ :. ફરીયાદી દિલીપકુમાર ઈન્દ્રલાલ સોનીની જામનગર ખોડીયાર કોલોની રડાર રોડ ઉપર આવેલ 'પાર્વતી ઝવેલર્સ'ની દુકાનની દિવાલમાં બાકોરૂ પાડી કોઈ અજાણ્યા ઈસમોએ દુકાનમાંથી ચાંદીની મૂર્તિઓ, થાળી, વાટકા, કંકાવટી, શ્રીફળ, નાળીયેર, તુલસી કયારો, વીંટી, બ્રેસલેટ, માદરડી, ઝાંઝરી, બંગડી, લક્કી વિગેરે યાંદીના દાગીના મળી કુલ રૂ. ૧,૭૫,૦૦૦ની ચોરીનો બનાવ બનેલ. આ ચોરીનો ગુન્હો વણશોધાયેલ હોય, જેથી આ બનાવ સમયના રોડ ઉપરના સીસીટીવી ફુટેજ ચેક કરવામાં આવેલ હતા. જેમા ચોરી કરનારા ઈસમો સીએનજી રીક્ષામાં ચોરી કરવા આવેલ હોય, જેથી આ ચોરીનો ગુનો શોધી કાઢવા અંગે એલસીબીની ટીમ સતત પ્રયત્નશીલ હતી.

જામનગરના પોલીસ અધિક્ષક શરદ સિંઘલ તથા ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક એ.પી. જાડેજાનાઓની સૂચના તથા એલસીબી ઈન્ચાર્જ પો. ઈન્સ. કે.કે. ગોહિલ તથા પો. સબ ઈન્સ. આર.બી. ગોજીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં વણશોધાયેલી લૂંટ, ઘરફોડ, ચોરી, વાહન ચોરીના ગુન્હાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના નિર્મળસિંહ જાડેજા તથા વનરાજભાઇ મકવાણા તથા મિતેશભાઇ પટેલ નેબાતમી રહે હકીકત મળેલ કે, અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ સલીમ હુશેન સુભણીગા તેમના માણસો સાથે મળી '' પાર્વતી ઝવેલર્સ'' નામની દુકાનમાં બાકોરૂ પાડી ચોરી કરેલ છે, જે ચોરી કરનાર ઇસમો રીક્ષામાં દરબારગઢ થી યાદી બજાર સર્કલ તરફ આવતા હોવાની હકીકત આધારે વોચમાં રહી નીચે જણાવેલ ઇસમોને પકડી પાડવામાં આવેલ છે. (૧) રવિ કાનાભાઇ ઓધવજીભાઇ ભટ્ટ, રહે. સાપના કોલોની, નવા હાઉસીંગ કવાર્ટર જામનગર મુળ દ્વારકા, (ર) સલીમભાઇ હુશેનભાઇ સુભણીયા, રહે. રામેશ્વરનગર, માટેલ ચોક, જામનગર, મુળ દ્વારકા, (૩) તોગણશી સોમાભાઇ ચારણ, રહે. યાદવનગર કોમલનગર, ખોડીયાર કોલોની, જામનગરશ મુળ દ્વારકા, (૪) મુકેશ ગોવિંદભાઇ રામાવત, રહે. ૧૫૦ ફૂટ રીંગરોડ, ક્રિષ્નાપાર્ક, ૩-મારૂતી નંદન, રાજકોટ.

ઉપરોકત ચારેયના કબ્જામાંથી ચાંદીની પાટ ૭ કિલો ૭પ૦ ગ્રામ કિ. ૧,૩૬,૦૦૦ તથા ગુનામાં ઉપયોગ થયેલ રીક્ષા કિ. રૂ. ર,૦૦,૦૦૦/- તથા દુકાનમાં દિવાલમાં બાકોરૂ પાડવામાં ઉપયોગ લેવાયેલ કોસ, ત્રિકમ, હથોરી કિ. રૂ. ર૦૦/- મળી કુલ રૂ. ૩,૩૬,ર૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

આ કામેના આરોપી પેઢી આરોપી રવિ ભટ્ટ દિગ્ગજામ સર્કલ વિસ્તારમાં રિક્ષા ડ્રાઇવીંગ કરતો હોય જેથી દુકાનના દાગીના રાખતા હોવાની માહિતીથી વાકેફ હોય જેથી અન્ય આરોપી સાથે મળી દુકાનમાં રેકી કરી બનાવાની રાત્રીના દુકામાં બાકોરૂ પાડી કરેલની કબુલાત કરતા પો.સ.ઇ.શ્રી આર.બી. ગોજીયાએ કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરેલ છે.

મજકુર આરોપી પૈકી આરોપી સલીમ સુભાણીયા તથા મુકેશ બાવાજી ને જામનગર એલ.સી.બી. પોલીસે સને -ર૦૧રમાં જાલી નોટના ગુનામાં પકડેલ હતો તેમજ આરોપી સલીમ સંભાણીયાને અગાઉ દેવભૂમિ દ્વારકા ગીરસોમનાથના તાલાલ પો. સ્ટે. અમરેલી તથા દાહોદ જિલ્લાની ચોરીના ગુનામાં સંડોવાયેલ હોય પકડવામાં આવેલ હતો.

આ કાર્યવાહી ઇન્ચાર્જ પો. ઇન્સ. શ્રી કે.કે. ગોહિલ તથા પો. સ.ઇ.શ્રી આર. બી. ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના જયુભા ઝાલા, સંજયસિંહ વાળા, બસીરભાઇ મણેક, હરપાલસિંહ સોહા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, અશ્વીનભાઇ ગંઢા, ફીરોજભાઇ દલ, નિર્મળસિંહ બી. જાડેજા ખીમભાઇ ભોમીયા, હીરેનભાઇ વરણવા લાભુભાઇ ગઢવી, વનરાભાઇ મકવાણા, ભગરીથસિંહ સરવૈયા, પ્રતાપભાઇ આચર, હરદીપભાઇ ધાધલ, નિર્મળસિંહ એસ. જાડેજા, મીતેશભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલાવડીયા, અજયસિંહ ઝાલા, બળવંતસિંહ પરમાર, દિનેશભાઇ ગોહિલ, લક્ષ્મણભાઇ ભાટીયા, અશોકભાઇ સોલંકી, એ.બી.જાડેજા તથા અરવિંદગીરી ભારતીબેન ડાંગર, વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(3:42 pm IST)